ઉત્તર ગુજરાતમાં લોકસભા પહેલા કોંગ્રેસના પાટીદાર સહકારી નેતાનું રાજીનામું, ભાજપમાં જોડાયા

|

Jan 24, 2024 | 4:16 PM

કદાવર પાટીદાર નેતા ડો વિપુલ પટેલ કોંગ્રેસ છોડીને બુધવારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. પૂર્વ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રહી ચુકેલા ડો પટેલે રાજીનામું મંગળવારે આપતા જ કોંગ્રેસમાં આંચકા રુપ સમાચાર સામે આવ્યા હતા. વિપુલ પટેલે વિસ્તારમાંથી મંડળીઓના ચેરમેન, સરપંચ અને એપીએમસીના ડીરેક્ટર સહિતના અગ્રણીઓ સાથે મળીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉત્તર ગુજરાતના અગ્રણી પાટીદાર નેતા હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. મંગળવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને રાજીનામું આપ્યુ હતુ. ત્યાર બાદ તેઓ બુધવારે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરવા માટે હિંમતનગરથી રવાના થયા હતા.

આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે

ડો વિપુલ પટેલ સાથે 500 થી વધારે લોકો ભાજપમાં જોડાવવા માટે ગાંધીનગર જવા હિંમતનગરથી રવાના થયા હતા. ભાજપમાં જોડવા માટે વિપુલ પટેલના કાર્યકરો અને ટેકેદારોએ અભિયાનની માફક પ્રયાસ કર્યો હતો. જેને લઈ કેટલાક સરપંચ અને દુધ મંડળીના ચેરમેન સહિત ખેડૂતો અને એપીએમસી હિંમતનગરના ડીરેક્ટર સુધીર પટેલ ભાજપમાં સામેલ થયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:54 am, Wed, 24 January 24

Next Video