Bhavnagar: શેત્રુંજી નદી નજીક બે યુવક પર થયું ફાયરિંગ, ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો થયા ફરાર

|

May 27, 2022 | 4:02 PM

ભાવનગરના તળાજા તાલુકાની શેત્રુંજી નદી નજીક બે યુવક પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનામાં બંને યુવકોને ઈજાઓ પહોંચી છે.

Bhavnagar: ભાવનગરના તળાજા તાલુકાની શેત્રુંજી નદી નજીક બે યુવક પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Three rounds of firing) કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનામાં બંને યુવકોને ઈજાઓ પહોંચી છે.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની મુલાકાતે

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગરના આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર વી.બી.દેસાઈ અને વી.જે.અમીન તથા રોડ સેફ્ટી કન્સલ્ટન્ટ દેવેશ રઘુવંશી દ્વારા ભાવનગર જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આર.ટી.ઓ., જિલ્લા ટ્રાફિક પોલીસ, માર્ગ બનાવનાર એજન્સી જેવી કે, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ટીમ દ્વારા બે દિવસમાં કુલ 12 બ્લેકસ્પોટ તેમજ અન્ય અકસ્માત સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટૂંકા ગાળાના પગલા લેવા માટે જણાવવામા આવ્યું હતું. તેમજ આ ટીમ દ્વારા અન્ય જરૂરી ફેરફાર સંબંધિત વિગતવાર રિપોર્ટ જિલ્લા વહીવટી તંત્રને આપવામા આવશે. આ ટીમે ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રીની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીના અધિકારીઓ, આર.ટી.ઓ., પોલીસ, માર્ગ નિર્માણ એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Published On - 4:02 pm, Fri, 27 May 22

Next Video