યમનોત્રીમાં ભૂસ્ખલનથી ભાવનગરના 300 યાત્રાળુઓ ફસાયા, રાણા ચટ્ટી પાસે રસ્તો બંધ થતા યાત્રાળુઓ ફસાયા હતા

|

May 20, 2022 | 3:57 PM

કોરોનાના સમયે બે વર્ષ સુધી બંધ રહેલી ચારધામ યાત્રા ફરી શરૂ થઈ ગયા છે. ત્યારે યમનોત્રી નજીક ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી જતા ભાવનગરના 300 સહિત ગુજરાતના 10 હજાર જેટલા યાત્રાળુઓ ફસાયા હતા.

Bhavnagar: કોરોનાના સમયે બે વર્ષ સુધી બંધ રહેલી ચારધામ યાત્રા ફરી શરૂ થઈ ગયા છે. ત્યારે યમનોત્રી (Yamunotri) નજીક ભૂસ્ખલનને (Landslides) લીધે માર્ગ તૂટી જતા ભાવનગરના 300 સહિત ગુજરાતના 10 હજાર જેટલા યાત્રાળુઓ ફસાયા હતા. આપત્તી વેળાએ કેટલીક હોટલના ભાડા બમણા કરી દેવાયા છે. અને પાણીની એક બોટલના 50 રૂપિયા થઈ ગયા હોવાનું યાત્રાળુએ કહ્યું હતું. યમનોત્રી નજીક રાણા ચટ્ટી પાસે ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી ગયો છે. જયાં નાના વાહનો ચાલતા થયા છે પરંતુ મોટા વાહનો હજી પસાર થઈ શકતા નથી. જેને લઈને યાત્રાળુઓ ફસાયા હતા. સ્થાનિક તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા યાત્રાળુઓ રોષે ભરાયા છે. જેથી તાત્કાલિક રાજય સરકાર યુદ્ધના ધોરણે સહાય કરે તેવી યાત્રાળુઓની માગ છે.

મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવા ઉગ્ર લોક માંગ

ભારત દેશને અખંડ બનાવવામાં સૌથી મોટો સિંહફાળો ભાવનગરનો છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાનું 1800 પાદરનું રજવાડું સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલને આપી દીધું હતું. માં ભારતીની અખંડતા માટે, એ સમયે તમામ રજવાડાઓમાં ભાવનગર ત્રીજા નંબરનું સુખી અને શાંત રાજ્ય હતું. ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી પ્રજા વત્સલ મહારાજા હતા, પ્રજાના વિકાસ માટે પ્રજાની સુખ શાંતિ માટે અનેક પ્રયત્નો કર્યા ત્યારે આજે મહારાજા સાહેબની 111મી જન્મ જયંતિએ એ પ્રજા વત્સલ રાજા માટે ચારે બાજુથી પ્રબળ માંગ ઉઠી છે કે મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને ભારત સરકાર જરા પણ વિલંબ કર્યા વગર મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી નવાજે અને એમણે દેશ માટે કરેલા ત્યાગ સમર્પણની કિંમત કરે.

Published On - 3:55 pm, Fri, 20 May 22

Next Video