Bhavnagar: બપોરબાદ વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ

|

Sep 26, 2022 | 9:46 PM

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નવરાત્રીની શરુઆતમાં જ મેઘરાજાનું આગમન થયું હતું.

Bhavnagar: ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નવરાત્રીની શરુઆતમાં જ મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ પડતા જ ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી

21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની શકયતા દર્શાવી છે.

Next Video