ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રુડબી પાઇપલાઈનમાં આગ લાગવાની ઘટનામાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. ઘટના બાદ ઓએનજીસીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપની અનુસાર ત્વરિત પગલાં ભરવાથી જાનમાલ અને આર્થિક નુકસાન ટાળી શકાયું છે.
Incident Update:
Swift action by #ONGC and GIDC #Fire Unit averted injuries or damage due to a fire broke out in an 8-inch oil pipeline between Group Gathering Station (GGS) Jolwa to GGS Dahej on 4 December 2023.Preliminary findings point to accidental damage during trenching… pic.twitter.com/JVsQnJVmyE
— Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) December 4, 2023
ONGC એ નિવેદન કે ONGC અને GIDC ફાયર યુનિટ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. GGS જોલવા થી GGS દહેજ વચ્ચેની 8 ઇંચની ઓઇલ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળવાની ઘટનામાં ઇજાઓ અથવા સંપત્તિને નુકસાન ટાળી શકાયું હતું.
ઘટના સોમવારે બપોરે બની હતી જેમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો નજરે પડ્યા હતા. આગના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો તો બીજી તરફ આગ કઈ પાઇપલાઇનમાં લાગી છે તેની તપાસ બાદ આ ઓએનજીસીની પાઇપલાઇનમાં આગની ઘટના બની હતી.
આ મામલાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખાનગી પક્ષ દ્વારા પાઇપલાઇનની આજુબાજુ ખોદકામ કરવામાં આવ્યું હતું અને પ્રક્રિયા દરમિયાન આકસ્મિક રીતે પાઈપલાઈનને નુકસાન થવાથી ઓઈલ લીકેજ થયું હતું.
વરિષ્ઠ અધિકારીઓની ટીમે વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ હેતુ માટે રચવામાં આવેલી પ્રાથમિક તપાસ સમિતિ દ્વારા મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને સપાટી ઉપર તરતા તેલના લેયરને ઉપાડવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનનું સમારકામ કરવાનું કામ અગ્રતાના આધારે હાથ ધરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે.
સોમવારે ઓએનજીસીની પાઇપલાઇનમાં આગની ઘટના બની હતી. ફાયરફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો : ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો