Bharuch: કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં અચાનક ધસી આવી પોલીસ, થયો મોટો વિવાદ: જાણો શું છે સમગ્ર ઘટના

|

Dec 27, 2021 | 7:00 AM

સંદીપ માગરોળા પર કોર્ટની મનાઇ છતાં ભરૂચમાં બેઠક કરવાની બાતમી મળતા પોલીસ કોંગ્રેસની આ બેઠકમાં ધસી આવી હતી. બાદમાં કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો.

Bharuch: કોંગ્રેસ કાર્યકરોની (Congress workers) બેઠકમાં પોલીસની (Police) એન્ટ્રીથી વિવાદ થઇ ગયો હતો. તો સંદીપ માગરોળા પર કોર્ટની મનાઇ છતાં ભરૂચમાં બેઠક કરવાનો આરોપ પણ લાગ્યો છે. આ બેઠક દરમિયાન ભરૂચની વાલીયા પોલીસે (Bharuch Police) ફાર્મ હાઉસમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પોલીસ કાર્યવાહીને પગલે જિલ્લા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પોલીસના વાહન આગળ ધરણા પર બેઠા હતા.

જણાવી દઈએ કે વાલિયાના વટારીયા ગામે કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠક પ્રદેશ મહામંત્રીના ફાર્મહાઉસ ઉપર મળી હતી. જેમાં કોંગ્રેસ નેતાઓ હાજર હતા. આ દરમિયાન જિલ્લામાંથી તડીપાર કરાયેલા સંદીપ માંગરોલાની હાજરીને લઇને પોલીસ સર્ચ કરવા ધસી આવી હતી. પોલીસે સર્ચ કરતા કોંગ્રેસ આગેવાનો પોલીસ સામે રસ્તા ઉપર ધરણાં કરવા બેસી ગયા હતા.

જણાવી દઈએ કે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી માનસિંગ ડોડીયાના ફાર્મહાઉસ ઉપર આ બેઠક રાખવામાં આવી હતી. જેમાં પોલીસને માહિતી મળી હતી કે બેઠકમાં સંદીપ માંગરોલા હાજરી આપવાના છે. આ માહિતીને પગલે પોલીસ સર્ચ માટે ધસી આવી હતી. તો જનાડી દઈએ કે સંદીપ માંગરોલાને સુગર કાંડમાં સુગર ઉચાપતના કેસમાં તડીપાર રહેવાના શરત પર જામીન આપવામાં આવી હતી. આવામાં તેની હાજરીની માહિતી મળતા પોલીસ ફાર્મ હાઉસ પર ત્રાટકી હતી.

 

આ પણ વાંચો: Junagadh: 50 હિન્દુઓએ બૌદ્ધ ધર્મની દીક્ષા અંગીકાર કરી, કાનૂની પરવાનગીથી યોજવામાં આવ્યો કાર્યક્રમ

આ પણ વાંચો: Red radish Farming : લાલ મૂળાની ખેતી કરીને ઓછા ખર્ચે વધુ કમાણી કરી શકે છે ખેડૂતો, પરંતુ આ વાતનું રાખવું પડશે ધ્યાન

Published On - 6:59 am, Mon, 27 December 21

Next Video