ભરૂચ : વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે 25 લોકો શુક્લતીર્થના ભાતીગળ મેળામાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયા હતા. મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.
ધારાસભ્ય અરૂણસિંહ રાણાને મદદ માટે લોકો કોલ કરતા ફાયર બ્રિગેડ રવાના કરાયું હતું. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બોટ મારફતે 25 જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવ્યું હતું આ લોકો બેટ ઉપર તંબુ બાંધી રહ્યા હતા. ૫ દિવસને મેલા દરમિયાન તંબુ બાંધી ઘણા લોકો ત્યાં રહે છે. અચાનક વાવાઝોડું અને વરસાદ આવતા લોકોમાં ભય ફેલાયો હતો.
તંબુની આસપાસ પાણી ભરવા લગતા તંત્ર પાસે મદદ માંગવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેકટર કિરણ ચૌધરીએ ટિમ સાથે નગરપાલિકાની મદદથી રેસ્ક્યુ કરી ફસાયેલા ૨૫ લોકો ને સલામત કિનારે ખસેડ્યા હતા.
આ પણ વાંચો : ગીર સોમનાથ વરસાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો, તાલાલામાં બે કલાકમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ, જુઓ વીડિયો
Published On - 12:20 pm, Sun, 26 November 23