Banaskantha: અટકી પડેલી 500 કરોડની સહાય પાંજરાપોળને આપવા ગૌશાળા સંચાલકોની માંગણી

|

Sep 17, 2022 | 8:52 AM

બનાસકાંઠાના સાંસદ (Banaskantha  MLA) પરબત પટેલે (Parbat patel) સહાય મામલે સુખદ અંત આવશે તેવા સંકેત આપ્યા છે. મહત્વનું છે કે સહાય ન ચૂકવાતા થરાદમાં બે ગૌભક્તો છેલ્લા કેટલાક સમયથી ઉપવાસ પર બેઠા છે અને પરબત પટેલે ધરણા પર બેઠેલા બંને લોકોની મુલાકાત લઈ આ વાત કહી હતી.

બનાસકાંઠામાં (Banaskantha) હજુ સુધી ગૌશાળાઓ  (cowsheds) અને પાંજરાપોળને સહાય ન ચૂકવતા ગૌશાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, રાજ્ય સરકારે  (State Govt) ગૌશાળા અને પાંજરાપોળો માટે રૂપિયા 500 કરોડ સહાયની જાહેરાત કરી હતી. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં સરકારે હજુ સુધી ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય ન ચૂકવતા બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

બનાસકાંઠાના સાંસદ  (Banaskantha  MLA) પરબત પટેલે (Parbat patel) સહાય મામલે સુખદ અંત આવશે તેવા સંકેત આપ્યા છે. મહત્વનું છે કે સહાય ન ચૂકવાતા થરાદમાં બે ગૌભક્તો છેલ્લા કેટલાક સમયથી ઉપવાસ પર બેઠા છે અને પરબત પટેલે ધરણા પર બેઠેલા બંને લોકોની મુલાકાત લઈ આ વાત કહી હતી. સમયસર સહાય ન ચૂકવાતા ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકો તાત્કાલિક સહાય આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

Next Video