Banaskantha: વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ, નડાબેટ બોર્ડર પર પણ ભરાયા પાણી, જુઓ VIDEO

|

Jul 24, 2022 | 12:47 PM

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. ત્યારે ભારે વરસાદને પગલે નડાબેટ બોર્ડર પર પણ પાણી ભરાયા છે.

Banaskantha: બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને (Rain) કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. ત્યારે ભારે વરસાદને પગલે નડાબેટ બોર્ડર પર પણ પાણી ભરાયા છે. નડાબેટ બોર્ડરનો સમગ્ર વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઇ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નેશનલ હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો થયા પરેશાન. નગરપાલિકાની ઘોર બેદરકારીના પગલે સુખાગ રોડ, આદર્શ હાઇસ્કૂલ રોડ, મલાણા પાટીયાના નેશનલ હાઈવે પર ગોઠણસમા પાણી ભરાયા છે. વરસાદી પાણીનો નિકાલ કરવામાં ન આવતા વેપારીઓના ધંધા પર ભારે અસર પડી હતી.

ઉત્તર ગુજરાતમાં વરસાદની ધબધબાટી

ગુજરાતમાં ફરી આગાહી અનુસાર વરસાદ  વરસી રહ્યો છે. ગઇકાલે મોડી સાંજથી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અનેક ઠેકાણે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન સૌથી વધુ કડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠામાં સૌથી વધુ ભાભરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

 

Published On - 12:45 pm, Sun, 24 July 22

Next Video