ICC વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમનો ફરી એકવાર ઘમંડ સામે આવ્યો છે. વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમનું ફરી એકવાર જીતના ગુમાનમાં છકી ગયેલી જોવા મળી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ જે તસ્વીરો સામે આવી છે તે જ દર્શાવે છે કે એ જીત તેમના માથા પર ચડી ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ તસ્વીરમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મુકીને આરામ ફરમાવતો જોઈ શકાય છે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપ તો જીતી ગઈ પરંતુ વિનમ્રતા ભૂલી ગઈ.
એભારત માટે ક્રિકેટ એક ધર્મની જેમ જોવામાં આવે છે. અહીં ક્રિકેટરને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારત માટે વર્લ્ડ કપ જીતવો એ માત્ર એક જીત નથી એક ઈમોશન છે. ટ્રોફીનું માન ન જાળવી શકનાર મિચેલ માર્શ પર સોશિયલ મીડિયામાં ગુસ્સો ફુટી રહ્યો છે. આ તસ્વીર સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિચેલ માર્શ ભારે ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સ તો એવી પણ માગ કરી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ મિચેલ માર્શ સામે કાર્યવાહી કરે.
આ પણ વાંચો: વર્લ્ડ કપમાં હાર બાદ નિરાશ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં મળ્યા પીએમ મોદી, ગળે લગાવી આપી સાંત્વના
એક તરફ ટીમ ઈન્ડિયા છે જે 1983માં વર્લ્ડ કપ જીતી ત્યારે તત્કાલિન કેપ્ટન કપિલ દેવે એ ટ્રોફીને માતા પર મુકીને સન્માન આપ્યુ હતુ. આ પહેલીવાર નથી કે ઓસ્ટ્રેલિયન ટીમે આ પ્રકારે ઉદ્ધતાઈ કરી હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આજથી 17 વર્ષ પહેલા 2006માં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે રિકી શરદ પવાર ટ્રોફી આપવા માટે ગયા હતા એ સમયે રિકી પોન્ટિંગે શરદ પવારને ધક્કો મારી હટી જવા કહ્યુ હતુ, જેનુ ક્રિકેટ જગત સાક્ષી છે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 7:35 pm, Mon, 20 November 23