અરવલ્લીઃ ઓડિયો ક્લીપ વાયરલ થવાને લઈ ભાજપના તાલુકા અધ્યક્ષની તાત્કાલીક નિમણૂંક

|

Jan 28, 2024 | 8:28 PM

અરવલ્લી જિલ્લામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભાજપના યુવા મોરચાના તાલુકા સ્તરના પૂર્વ પ્રમુખનું નામ લઈને બે કાર્યકરોની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જે પૂર્વ પ્રમુખને આમ તો વર્તમાન તરીકે જ જોવામાં આવતા હતા, આ દરમિયાન રવિવારે તાત્કાલીક અસરથી નવા પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે.

અરવલ્લીઃ ઓડિયો ક્લીપ વાયરલ થવાને લઈ ભાજપના તાલુકા અધ્યક્ષની તાત્કાલીક નિમણૂંક
તાત્કાલીક નિમણૂંક

Follow us on

ઓડિયો ક્લીપમાં થઈ રહેલી ચર્ચા આર્થિક બાબતોના વ્યવહારને લઈ હોવાને લઈ વાયરલ થવા લાગી હતી. જેમાં ધારાસભ્યથી લઈને અન્યની પણ ચર્ચા કરવામાં આવી રહી હતી. આમ ભાજપ સામે જ સવાલો થાય એવી સ્થિતિ પેદા થવા લાગતા જ આ અંગે તાત્કાલીક અસરથી નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!

જિલ્લા ભાજપના યુવા મોરચા અધ્યક્ષે તાત્કાલીક અસરથી માલપુર તાલુકા ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક જાહેર કરી છે. નવા પ્રમુખ તરીકે જયવીરસિંહ ખાંટને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ અમીષ પટેલે મીડિયાને જણાવ્યું હતુ. પક્ષની છબી ના ખરડાય અને ગરીમા જળવાય એ માટે તુરત જ નવી નિમણૂંક કર્યાનું બતાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, પૂર્વ પ્રમુખ કશ્યપ પટેલે સ્વચ્છીક રાજીનામું અગાઉ આપેલ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:26 pm, Sun, 28 January 24

Next Video