અરવલ્લીઃ મોડાસા ખેતીવાડી બજારની ચૂંટણીનું બહાર પડ્યુ જાહેરનામું, જૂનમાં થશે મતદાન

|

Mar 12, 2024 | 4:52 PM

લોકસભાની ચૂંટણી પૂર્ણ થવા સાથે જ ખેડૂતોની નજર સ્થાનિક સૌથી મોટા માર્કેટયાર્ડની ચૂંટણી પર રહેશે. અરવલ્લી જિલ્લાના સૌથી મોટા માર્કેટયાર્ડ મોડાસાની સામાન્ય ચૂંટણી આગામી જૂન માસમાં યોજવામાં આવનાર છે. આ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આગામી ત્રણ જૂને મતદાનની પ્રક્રિયા યોજાશે.

મોડાસા માર્કેટયાર્ડના ડિરેક્ટરોની મુદત પૂર્ણ થવાને લઈ હવે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી જૂન મહિનાની શરુઆતે જ મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાનાર છે. આ માટેનું જાહેરનામું બહાર પડ્યુ છે અને જે મુજબ 3, જૂને મતદાન કરાશે. જ્યારે તેના આગળના દિવસે એટલે કે 4, જૂને મતગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો:  હિંમતનગરમાંથી પાકિસ્તાન સુપર લીગ પર રમાતો સટ્ટો ઝડપાયો, 2 ની ધરપકડ

લોકસભાની ચૂંટણીને લઈ ગરમાવો શરુ થયો છે, પરંતુ તે ચૂંટણીના પરિણામોની સાથે જ મોડાસા માર્કેટયાર્ડ તરફ ખેડૂતોની નજર રહેશે. માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ વેપારીઓ અને ખેડૂતોમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:47 pm, Tue, 12 March 24

Next Video