Amreli: પીપાવાવ પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે ગૃહ રાજ્યપ્રધાનને લખ્યો પત્ર

|

May 04, 2022 | 5:20 PM

પીપાવાવ પોર્ટ પરથી 80 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ (Drugs) ઝડપાયું હતું. હાલ આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ડ્રગ્સ મામલે ઉંડાણપૂર્વક તપાસની માગ કરી રહ્યા છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે (Ambarish Der) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghavi) પત્ર લખ્યો છે.

Amreli: પીપાવાવ પોર્ટ (Pipavav Port) પરથી 80 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ (Drugs) ઝડપાયું હતું. થોડા દીવસો પહેલા ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં ડીઆરઆઇના (DIR) ડીજીપી તપાસ માટે પહોંચ્યા હતા. તેમજ ડ્રગ્સ લાવવાની મોડસ ઓપરેન્ડી જાણવા માટે ડીઆરઆઇએ તપાસ હાથ ધરી હતી. સુતરની દોરીમાં ડ્રગ્સ લગાવી ઘુસાડવાની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. હાલ આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ડ્રગ્સ મામલે ઉંડાણપૂર્વક તપાસની માગ કરી રહ્યા છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે (Ambarish Der) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghavi) પત્ર લખ્યો હતો. હજુ પણ એજન્સીઓ ગંભીરતા પૂર્વક ઉંડી તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તાલુકા, શહેર, ગામડા સુધી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રની તપાસ થવી જોઈએ.

મહત્વનું છે કે, પહેલી વખત પીપાવાવ પોર્ટ પર ડીઆઇઆરના વડા પહોંચ્યા હતા. જેમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા મેગા ઓપરેશન કરનારા ઓફિસરો સાથે પણ તેમણે ચર્ચા કરી હતી. તેમજ સ્થાનિક પીપાવાવ કસ્ટમ વિભાગ દ્વારા અત્યાર સુધી આ કન્ટેનર પાર્કિગ કરેલું હતું તો કેમ ચેક ન કર્યું તેને લઈ પણ ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાંથી કંડલા અને પીપાવાવ પોર્ટ સહિતની જગ્યાએથી છેલ્લા અઠવાડિયામાં કુલ 480 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મધધરિયે ATSએ એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક પાકિસ્તાની બોટ સાથે કુલ 9 પાકિસ્તાની આરોપીને ઝડપ્યા હતા.

 

Next Video