Amreli: જાફરાબાદના આકાશમાં રહસ્યમય લાઇટોની હારમાળા જોવા મળતાં લોકોમાં કુતુહલ

|

Jun 19, 2022 | 12:01 AM

આ લાઈટો એક સીધી લાઈનમાં આગળ વધતી જેવા મળી છે. આકાશમાં ટ્રેન ઉડતી જતી હોય અને તેની બારીઓ ચમકતી દેખાતી હોય તેમ આ ચમકતી લાઈટોની લાઈન જોવા મળતી હતી. જોકે હજુ સુધી આ લોઈટો શેની છે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમરેલી (Amreli) જીલ્લાના દરિયા કાંઠે આકાશ (Sky) માં એક વિચિત્ર પ્રકાશ (Light) નો નજારો જોવા મળ્યો છે. જાફરાબાદ (Jafarabad) ના લોર, કડીયાળી, વઢેરા સહિતના ગામોમાં આકાશમાં એક સાથે ચળકતી અસંખ્ય લાઈટો જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે. એક સાથે અસંખ્ય ચળકતી લાઇટો જોવા મળતા કુતુહલ સર્જાતાં લોકોએ પોતાના મોબાઈલમાં તેના વીડિયો ઉતારી લીધા છે. આ લાઈટો એક સીધી લાઈનમાં આગળ વધતી જેવા મળી છે. આકાશમાં ટ્રેન ઉડતી જતી હોય અને તેની બારીઓ ચમકતી દેખાતી હોય તેમ આ ચમકતી લાઈટોની લાઈન જોવા મળતી હતી. જોકે હજુ સુધી આ લોઈટો શેની છે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ એક જ લાઈનમાં આગળ વધતી સમાન આકારની લાઈટોની હારમાળા કોઈ કુદરતી નજારો તો ન જ હોઈ શકે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. ઉના નજીકના ધોકડવા અને તડ ચેક પોસ્ટ સહિત વિસ્તારમાં પણ આ લાઈટો જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાન શરૂઆતમાં કચ્છમાં પણ એક પ્રકાશિત અવકાશી પદાર્થ(Celestial Object) દેખાતાં લોકોમાં કુતૂહલ કુતૂહલ ફેલાયું હતું અને સોશિયલ મીડિયામાં પણ આકાશમાં(Sky) દેખાયેલા એ અવકાશી પદાર્થના સંદેશાઓની આપલે શરૂ કરી દીધી હતી. કચ્છ જ નહીં પણ ગુજરાતના અનેય ભાગે અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પરથી આ પ્રકાશપુંજ દેખાયો હોવાની માહિતી સામે આવી છે. આ પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાથી લોકો એ તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સારી રીતે કરી શક્યા છે અને તને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા છે.

Published On - 11:59 pm, Sat, 18 June 22

Next Video