CMની સરપ્રાઇઝ વિઝિટ: CM ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે અચાનક ગાંધીનગર સિવિલ પહોંચતા સ્ટાફ હરકતમાં

|

Dec 27, 2021 | 12:45 PM

Gandhinagar: મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તો સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખામંત્રીએ ચર્ચા પણ કરી.

Gandhinagar: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ચેકિંગના મિજાજમાં જોવા મળ્યા. અચાનક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની સિવિલ (Gandhinagar Civil) હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. સ્વાભાવિક પણે કોઈ પ્લાન વગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા હતા.

સિવિલમાં CM એ કોવિડ (Covid 19) અને ઓમિક્રોન (Omicron) વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારે આ સપ્રાઈઝ વિઝીટમાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની વ્યવસ્તા અંગે માહિતી મેળવી છે. તો સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી. બીજી તરફ CM ની સરપ્રાઈઝ વિઝીટથી સ્ટાફ હરકતમાં આવી ગયો હતો.

માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી છે. તો આ સાથે જ તેમણે ICU વોર્ડની મુલાકાત લીધી. CM એ સિવિલમાં સફાઈ કર્મીથી લઈને RMO સાથે ચર્ચા કરી હતી. તો કોરોના એક તરફ વકરી રહ્યો છે ત્યારે CM એ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તો મુખ્યમંત્રીએ અહીં સારવાર લઇ રહેલા ઇન્ડોર પેશન્ટ્સ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. તો હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ સફાઇ, દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.

 

આ પણ વાંચો: Happy birthday salman khan : બર્થડે પર જાણીએ સલમાનની દરિયાદિલીના કિસ્સા, રીક્ષાવાળાને આપ્યા હતા 7 હજાર તો મહામારીમાં કામદારોને કરી હતી મદદ

આ પણ વાંચો: MP: દિગ્વિજય સિંહે તેમનું નામ બદલીને ‘દિગ્વિજય ખાન’ કરવું જોઈએ, વીર સાવરકર વિશેના વિવાદાસ્પદ નિવેદન પર ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય ગુસ્સે ભરાયા

Published On - 9:18 am, Mon, 27 December 21

Next Video