Ambaji : દીપડાનો ડર થયો દૂર, અંબાજીનો પરિક્રમા પથ થયો ફરી શરૂ, જુઓ Video

|

Aug 11, 2023 | 6:18 PM

ગબ્બર વિસ્તારમાં દીપડો આવી ચઢતા પરિક્રમા પથ શ્રદ્ધાળુઓ માટે 5 દિવસથી બંધ રાખવામાં આવ્યો હતો. જો કે, વન વિભાગે પુષ્ટિ કરી છે કે દીપડો રાજસ્થાન તરફ જતો રહ્યો છે. તેથી પરિક્રમા પથ ફરી શરૂ કરાયો છે.

Ambaji : બનાસકાંઠામાં (Banaskantha) આવેલ 51 શક્તિપીઠ યાત્રાધામ અંબાજીનો પરિક્રમા માર્ગ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. ગબ્બર વિસ્તારમાં દીપડો આવી ચઢતા પરિક્રમા પથ શ્રદ્ધાળુઓ માટે 5 દિવસથી બંધ રાખવામાં આવ્યો હતો. જો કે, વન વિભાગે પુષ્ટિ કરી છે કે દીપડો રાજસ્થાન તરફ જતો રહ્યો છે. વન વિભાગ દીપડાની ગતિવિધિ પર સતત 5 દિવસથી કેમેરા મારફતે નજર રાખી રહ્યુ હતું. તેથી હવે શ્રદ્ધાળુઓ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પરિક્રમા પથ પર જઇ શકશે.

આ પણ વાંચો Banaskantha: બે યુવકોને દોરડાથી બાંધીને મહિલા સહિત અન્ય લોકોએ માર્યો માર, વધુ એક તાલિબાની સજાનો Video થયો વાયરલ

વન વિભાગે જણાવ્યું છે કે, જો કોઇ પણ વ્યક્તિ દીપડા અંગેના ખોટા વીડિયો વાયરલ કરશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અંબાજી વિસ્તાર બાલારામ અભ્યારણમાં સામેલ થઇ ગયો હોવાથી જંગલ વિસ્તારમાં જાનવરોનો વસવાટ રહે છે. ગબ્બરના જંગલ વિસ્તારમાં રીંછ, દીપડો જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે. તેમને દૂર કરવા યોગ્ય ન હોવાથી જંગલ વિસ્તારમાં જતા લોકોએ સાવચેતી રાખવી પડશે.

બનાસકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:17 pm, Fri, 11 August 23

Next Video