પંચમહાલ : ગોધરાના ભેખડિયા-ઠાગાવાડાને જોડતો પુલ વિવાદમાં, પુલમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થતું હોવાના આક્ષેપ

|

Mar 12, 2024 | 10:02 PM

એજન્સી દ્વારા પુલના નિર્માણમાં હલકી કક્ષાનું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ થયા છે. સ્થાનિક આગેવાનના આક્ષેપ બાદ કાર્યપાલક ઇજનેર સ્થળ તપાસ કરતાં કામગીરીમાં ક્ષતિઓ હોવાનું અધિકારીએ સ્વીકાર્યું હતું. ક્ષતિઓ સુધારવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું.

પંચમહાલના ગોધરા તાલુકાના ભેખડિયા અને ઠાગાવાડા ગામને જોડતા પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થતું હોવાના આક્ષેપ થયા છે. ભેખડિયા અને ઠાગાવાડા ગામ વચ્ચે પસાર થતી મેસરી નદી પર આ પુલ બની રહ્યો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સી મારફતે પુલનું નિર્માણ કાર્ય કરાઈ રહ્યું છે.

Next Video