Ahmedabad: મણિનગરના કથિત તોડકાંડમાં બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ACP દ્વારા કોન્સ્ટેબલના લેવાયા હતા નિવેદન

|

May 10, 2022 | 12:00 AM

મણિનગરના કથિત તોડકાંડમાં બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ACP દ્વારા બંને કોન્સ્ટેબલના નિવેદન લેવામાં આવ્યા હતા. ACP દ્વારા ફરિયાદીના પરિવારના સભ્યોનાં પણ નિવેદનો લેવાયા હતા.

Ahmedabad: મણિનગરના કથિત તોડકાંડમાં બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ACP દ્વારા બંને કોન્સ્ટેબલના નિવેદન લેવામાં આવ્યા હતા. ACP દ્વારા ફરિયાદીના પરિવારના સભ્યોનાં પણ નિવેદનો લેવાયા હતા. અરજીમાં જણાવેલી વિગત તેમજ સીસીટીવીને આધારે કરાઈ તપાસ ACP દ્વારા તપાસ કરી રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોપાયો હતો. રિપોર્ટ બાદ બંને કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, મણીનગર પોલીસ મથકના બે પોલીસ કર્મીઓની ખાખી પર ડાઘ લાગ્યા છે. બે પોલીસ કર્મીઓની ફરિયાદ છેક રાજ્યના ગૃહપ્રધાન સુધી પહોંચી છે. બનાવની વાત કરવામાં આવે તો મણીનગર વિસ્તારમાં રહેતા શ્રીજી મધ નામની પેઢી ચલાવતા હિમાંશુ પટેલે બે પોલીસ કોન્સ્ટેબલ સામે સાડા ચાર લાખ રૂપિયા પડાવ્યાની કમિશનરને અરજી કરી છે. અરજીમાં જણાવ્યા પ્રમાણે બે કોન્સ્ટેબલે તેમના ઘરમાં ઘુસી આવી અશોભનિય વર્તન કર્યું હતું. તમારા ઘરમાં દારૂ છુપાવ્યો છે એવું કહીને બંને કોન્સ્ટેબલે ઘરના સભ્યોને ભયભીત કરી ઘરમાં ઘુસ્યા હતા.

વોરંટ વગર જ ઘરમાં ઘુસેલા બંને કોન્સ્ટેબલને દારૂ હાથમાં આવ્યો ના હતો. બાદમાં બે પૈકીના એક કોન્સ્ટેબલે જાતે જ પોતાના કપડા ફાડી પોલીસને બોલાવી હતી. અને વેપારીના બંને પુત્રોને પોલીસ સ્ટેશન લઇ જઇને રીતસરની મારામારી કરી હતી. વેપારીના બંને પુત્રોને ગેરકાયદે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ ઉઠ્યા છે. બંને કોન્સ્ટેબલે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે બાદમાં 4 લાખ 50 હજાર લઇને બંને પુત્રોને છોડ્યા હતા.

Published On - 11:58 pm, Mon, 9 May 22

Next Video