તંત્રની તવાઇ, વેપારીઓ નારાજ: BU પરવાનગી વગરના એકમો AMCએ સીલ કરતા વેપારીઓમાં ભારે રોષ

|

Dec 20, 2021 | 7:53 AM

Ahmedabad: AMCએ BU પરવાનગી વિનાની કોમર્શિયલ મિલકતોને સીલ કરી દેતાં વેપારીઓ પરેશાન થઇ ગયા છે. ચાલો જાણીએ સમગ્ર વિગત.

Ahmedabad: અમદાવાદ શહેરમાં બી.યુ. પરમિશન (BU Permission) એકમો સીલ કરવાની કામગીરી AMC દ્વારા યથાવત્ છે. જોકે આ તવાઈના કારણે કેટલાક વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો તો કેટલાક વેપારીઓ પ્રક્રિયા કઈ રીતે કરવી તે અવઢવમાં મુકાયા છે. જેને જોતા વેપારીઓએ AMC અને સરકાર પાસે યોગ્ય ગાઈડ લાઈન અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે સહકારની લાગણી દર્શાવી છે.

મહત્વનું છે કે શનિવારે જ કોર્પોરેશને શહેરના આઠ વિસ્તારમાં 119 દુકાનો અને 105 મકાનો સીલ કર્યા. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં સમર્પણ ટાવરમાં કોમર્શિયલ એકમો સીલ કર્યા હતા.

AMCના એસ્ટેડ અને ટીડીઓ વિભાગે BU પરમિશન વગરના 119 કોમર્શિયલ અને 105 રેસિડેન્સિયલ યુનિટ સહિત કુલ 224 યુનિટ સીલ કરી દીધા. જ્યારે નિકોલ, અમરાઈવાડી, બહેરામુરા, નવરંગપુરા, વેજલપુર, પાલડી વગેરે વિસ્તારોમાં 27 યુનિટનું 21.574 ચોરસ ફૂટ બાંધકામનું દબાણ દૂર કરાયું. આગામી સમયમાં BU પરમિશન વિનાના ગેરકાયદે બાંધકામોનો વપરાશ બંધ કરાવવા, સીલ કરવા અને દબાણ દૂર કરવા ઝુંબેશ હાથ ધરાશે.

 

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં રોમાંચિત મોસમ: 0 ડીગ્રી તાપમાનથી મેદાની વિસ્તારો સહિતના સ્થળોએ બરફના થર જામ્યા, જુઓ નજારો

આ પણ વાંચો: દેશમાં ઓમિક્રોનના 151 કેસ, AIIMSના ડિરેક્ટરે કહ્યું- પૂરી તૈયારી કરવી જોઈએ, બ્રિટન જેવી ખરાબ સ્થિતિ ન થવી જોઈએ

Next Video