Ahmedabad: કાંકરિયામાં રાઈડ તૂટી પડી હતી તે જ કોન્ટ્રાક્ટરને ફરીથી રાઈડનો કોન્ટ્રાક્ટ અપાયો!

|

Jul 10, 2022 | 7:01 AM

વર્ષ 2109માં કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે કાંકરિયા ફ્રન્ટનું એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ (Ahmedabad)ના કાંકરિયા (Kankaria) ખાતેની રાઈડ તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં હતાં. તે ઘટનામાં કોન્ટ્રાકટર (contractor) સામે કડક કાર્યવાહી કરવાને બદલે એજ કોન્ટ્રાક્ટરને ફરીથી કાંકરિયા રાઈડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. AMCએ ફરી સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને મંજૂરી આપતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગે લીલીઝંડી આપતા આગામી 1 અઠવાડિયામાં રાઈડ શરૂ થવાની શકયતા છે. જોકે કોન્ટ્રાક્ટર સામે આકરા પગલા લેવાની જગ્યા પર સરકારે ક્લીનચીટ આપી દીધી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, ભવિષ્યમાં હવે જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી માલિકો અને સંચાલકોની રહેશે.

ઘટનાની વાત કરીએ તો, વર્ષ 2109માં કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે કાંકરિયા ફ્રન્ટનું એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યું હતું. હવે કોર્પોરેશને ત્રણ વર્ષ બાદ ફરીથી તે કોન્ટ્રાકટરને રાઈડ્સ શરૂ કરવા મંજૂરી આપી છે. આમ કોન્ટ્રાકટરને સજા કરવાને બદલે છાવરવામાં આવ્યો હોવાની રાવ ઉઠી છે. ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે AMCમાં કોન્ટ્રાક્ટરોમાં ભાજપના સગાસંબંધીઓને ગોઠવવાની વ્યવસ્થા કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કાંકરિયામાં બનેલી ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતાં. જેના કારણે રાઈડ્સ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્ય સરકારની મજૂરી મળતા તમામ રાઈડ્સ ફરીવાર શરૂ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ એમ્યુઝમેન્ટ પાર્ક નવેસરથી શરૂ કરવામાં આવી રહ્યો છે. પણ નવાઈની વાત તો એ છે કે જે તે સમયે રાઈડ્સનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેને જ ફરીવાર કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

Next Video