AHMEDABAD : એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોના વાહનોનો વેઇટિંગ ચાર્જ રદ્દ કર્યો, એન્ટ્રી ટિકિટ બૂથ હટાવી લેવામાં આવ્યાં

|

Dec 26, 2021 | 6:08 PM

પ્રવાસીઓના તમામ સંબંધી, મિત્રો કે પરિવારના લોકોને નિર્ધારિત પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવા અનુરોધ કરવામાં આવશે

AHMEDABAD : હવે અમદાવાદ એરપોર્ટ પરથી વિદાય લેનારા પેસેન્જર્સને મુકીને પરત ફરવું સરળ બન્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેસેન્જરોનો તણાવ ઓછો કરવાના હેતુથી વેઇટિંગ ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય કર્યો છે.સાથે જ પેસેન્જરોને છોડવા આવતી કારનો સમય બચે તે માટે એન્ટ્રી ટિકિટ બૂથ હટાવી લેવામાં આવ્યાં છે.તો એરપોર્ટ પર થોડો વધુ સમય પસાર કરવા ઈચ્છતા સંબંધીઓને પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરવા માટે પણ જણાવાશે.

તો પ્રવાસીઓના તમામ સંબંધી, મિત્રો કે પરિવારના લોકોને નિર્ધારિત પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવા અનુરોધ કરવામાં આવશે. જેથી વિદાય લેતા પેસેન્જરોને કર્બ સાઈડમાં ભીડ નડે નહીં.જોકે પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા વાહનો માટે સ્ટાન્ડર્ડ પાર્કિંગ ચાર્જ લાગુ પડશે.આવી જ વ્યવસ્થા ટર્મિનલ-2 એટલે કે ઈન્ટરનેશનલ ટર્મિનલ ખાતે પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર-શોનું આયોજન

આ પણ વાંચો : AHMEDABAD : જાહેર સ્થળો પર લોકોની ભારે ભીડ, કોવિડ નિયમોનો ખુલ્લેઆમ ભંગ

Next Video