Ahmedabad: દેત્રોજના ચુંવાળ ડાગરવા ગામે ડીજે વગાડવા બાબતે બબાલ, જાનમાં આવેલા કેટલાક લોકો થયા ઇજાગ્રસ્ત

|

May 26, 2022 | 10:41 PM

દેત્રોજના ચુંવાળ ડાગરવા ગામે ડીજે વગાડવા બાબતે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી હતી. અનુસુચિત સમાજની જાનમાં ડીજે વગાડતા બબાલ થઈ હતી. ત્યારે અસામાજિકો દ્વારા ડીજે બંધ કરાવી જાન રોકવામાં આવ્યાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે.

Ahmedabad: દેત્રોજના ચુંવાળ ડાગરવા ગામે ડીજે વગાડવા બાબતે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી હતી. અનુસુચિત સમાજની જાનમાં ડીજે વગાડતા બબાલ થઈ હતી. ત્યારે અસામાજિકો દ્વારા ડીજે બંધ કરાવી જાન રોકવામાં આવ્યાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. બબાલ બાદ જાનમાં આવેલા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ દેત્રોજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

નકલી એનજીઓ અને પત્રકાર બની ફેકટરી માલિકને બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવતી તોડબાજ ગેંગ ઝડપાઈ

અમદાવાદ જિલ્લામાં ફટાકડાની ફેકટરીમાં એનજીઓ અને પત્રકારનાં નામે રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. હાથીજણનાં વિવેકાનંદનગર પોલીસ મથકમાં ફટાકડાની ફેકટરીનાં માલિકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તોડબાજ ગેંગની ધરપકડ કરી છે. પોલીસ ગીરફ્તમાં ઉભેલા આ આરોપીઓ તોડબાજ ગેંગના સભ્યો છે કે જેઓ પોતાની ઓળખ પત્રકાર અને એનજીઓનાં નામે આપી ફેકટરી માલિક પાસે લાખો રૂપિયા ખંખેર્યા હતા.

વાત જાણે એમ છે કે, આ તોડબાજ ગેંગ દ્વારા અમદાવાદની ન્યુ જય અંબે ફટાકડાની ફેકટરીમાં જઇ મિડીયાવાળા તથા હયુમન રાઇટસ વાળા હોવાની ઓળખાણ આપી હતી અને તમારી ફેકટરીમાં બાળ મજુરો રાખેલ છે તેમજ ફેકટરીમાં પરવાના કરતા વધારે ફટાકડાનો સ્ટોક રાખેલા છે તેમ કહી ફેક્ટરીનો વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો મિડીયામાં આપી લાયસન્સ રદ કરાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ માલિકને બ્લેકમેઇલ કરી એક લાખ વીસ હજાર રૂપિયા પડાવ્યા હતા.

Published On - 10:18 pm, Thu, 26 May 22

Next Video