Ahmedabad: લોકોની લાગણી છે કે મારે રાધનપુરથી જ ચૂંટણી લડવી જોઈએઃ અલ્પેશ ઠાકોર

|

May 12, 2022 | 2:47 PM

પેટા ચૂંટણીમાં મળેલી હાર ઉપર અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું કે આ માત્ર એક અકસ્માત હતો અને તેને ભૂલીને લોકો હવે આગળ વધ્યા છે. આવા અકસ્માત વારંવાર ન થાય આ ઉપરાંત આવી ગેરસમજ વારંવાર ન થાય.

અલ્પેશ ઠાકોરે ચૂંટણીને લઇને હૂંકાર કર્યો હતો કે હું રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડવાનો છું. તેમણે પોતાના વિરોઘી ભાજપના જ નેતાઓને ચીમકી આપી હતી કે મારા વિરોધીઓને નહિ ફાવવા દઉ. તેમણે આડકતરી રીતે ભાજપના જ સ્થાનિક નેતાઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિરોધીઓને જે કરવું હોય તે કરી લે, હું ચૂંટણી રાધનપુર બેઠક પરથી જ લડવાનો છું.

અત્યારે હું લોકોને મળવા આવું છું અને એના આધારે જ હું છાતી ઠોકીને રાધનપુરથી ટિકિટ માગું છું. આ હુંકાર છે પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના. અલ્પેશ ઠાકોરે ફરી એક વખત રાધનપુરમાંથી જ ચૂંટણી લડવાની ઇચ્છા અને દાવેદાર વ્યક્ત કરતાં જ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. પાછલા દિવસોમાં હજારો લોકોને મળ્યો શ્રેષ્ઠીઓને મળ્યો સમાજના લોકોને મળ્યો તમામની લાગણી છે કે હું રાધનપુરથી જ ચૂંટણી લડવી છે. તે મુજબ મેં મારી ઇચ્છા વ્યક્ત કરી પરંતુ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ કમિટી નક્કી કરતી હોય છે કોને અને ક્યાંથી ટિકિટ આપવી અને ચૂંટણી લડાવી કે કેમ.

આ ઉપરાંત પેટા ચૂંટણીમાં મળેલી હાર ઉપર અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું કે આ માત્ર એક અકસ્માત હતો અને તેને ભૂલીને લોકો હવે આગળ વધ્યા છે. આવા અકસ્માત વારંવાર ન થાય આ ઉપરાંત આવી ગેરસમજ વારંવાર ન થાય. રાધનપુરમાં પાણી શિક્ષણ આરોગ્ય સહિત અનેક મુદ્દાઓ એક જટિલ પ્રશ્ન છે અને તેના માટે જ હું પ્રબળ ઈચ્છા લઈને નીકળ્યો છું. આ સિવાય પણ જો પાર્ટીને યોગ્ય લાગે અને અન્ય કોઈ જવાબદારી આપે તો પણ હું નિભાવવા તૈયાર છું.

Published On - 2:46 pm, Tue, 10 May 22

Next Video