અમદાવાદની જે ટાંકી પર ચડ્યું હતુ JCB એ 70 વર્ષ જૂની ટાંકી આખરે જમીનદોસ્ત, જુઓ-Video

સારંગપુરના વિસ્તારની આ ટાંકી અતિ જર્જરિત હાલતમાં હતી જેને તોડવા માટે કામગીરી પણ શરુ કરવામાં આવી હતી અને તેના પગલે ક્રેન દ્વારા JCBને ટાંકી પર ચઢાવીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ઘટનાને વીડિયો સોશિયલ મીડિયામાં ફેલાતા ઘણી હાસ્યસ્પદ ચર્ચાઓ ફેલાઈ હતી.

| Updated on: Jan 22, 2026 | 1:40 PM

અમદાવાદના સારંગપુર વિસ્તારની વર્ષો જૂની ટાંકી આખરે તોડી પાડવામાં આવી છે. આ પાણીની ટાંકી 70 વર્ષ જૂની હતી પણ અતિ જર્જરિત હાલતમાં હોવાના કારણે તેને તોડવની કામગીરી હાથ ધરવમાં આવી હતી અને 21 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાણીની ટાંકીને હિટાચી મશીવ વડે જમીનદોસ્ત કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આ ટાંકી તોડવા JCBને ઉપર ચઢાવાયુ હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ આખરે ગઈકાલે ટાંકી તોડી પાડવામાં આવી છે.

70 વર્ષ જૂની પાણીની ટાંકી જમીનદોસ્ત

સારંગપુરના વિસ્તારની આ ટાંકી અતિ જર્જરિત હાલતમાં હતી જેને તોડવા માટે કામગીરી પણ શરુ કરવામાં આવી હતી અને તેના પગલે ક્રેન દ્વારા JCBને ટાંકી પર ચઢાવીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ઘટનાને વીડિયો સોશિયલ મીડિયામાં ફેલાતા ઘણી હાસ્યસ્પદ ચર્ચાઓ ફેલાઈ હતી.

JCB ચઢાવી ટાંકી તોડવાનો પ્રયાસ

જોકે આ વિસ્તારના રહેવાસીઓ અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને તે ટાંકીને તોડી પાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ ટાંકીની ઉપર jcb ચડાવવા અંગે પ્રસાશને જણાવ્યું હતુ કે તેના ઉપરના સ્ટ્રક્ચરને તોડવાથી ટાંકીને જમીનદોસ્ત કરવું સરળ બની શકે છે આથી તેના પર JCB ચઢાવી તેના ઉપરના ભાગને તોડવાની કામગીરી કરવામાં આવી હતી.

AMCએ સુરક્ષાના પગલે ટાંકી તોડી પાડી

અમદાવાદમાં શહેરની ઐતિહાસિક અને લગભગ 70 વર્ષ જૂની આ પાણીની ટાંકી પાડી દેવામાં આવી છે, જે લાંબા સમયથી સાંરગપુર સર્કલ વિસ્તારમાં ખાડિયા અને આસપાસના વિસ્તારોને પાણી પૂરુ પાડતી હતી. આ ટાંકીનું ડિમોલિશન હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવી રહ્યું છે કારણ કે જર્જરિત અને અસુરક્ષિત હતી.

Breaking News : કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી કર્યો આપઘાત, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો