BANASKANTHA : થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે દારૂની હેરફેર રોકવા પોલીસનું સઘન ચેકીંગ

|

Dec 26, 2021 | 6:44 PM

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં દારૂબંદી નથી. આગામી અઠવાડિયે થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી શકે છે.

BANASKANTHA : થર્ટી ફર્સ્ટને લઇ અંબાજી પોલીસે બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે.થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર છાપરી પર પોલીસે સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે.રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.તો બીજી તરફ તપાસમાં વાહનચાલકો પણ સહકાર આપી રહ્યાં છે અને પોલીસ તપાસને યોગ્ય ગણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં દારૂબંદી નથી. આગામી અઠવાડિયે થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી શકે છે. આ આશંકાને પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાને રાજસ્થાન સાથે જોડતી તમામ સરહદો પર સઘન ચેકીંગ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે તેમજ જો કોઈ વ્યક્તિના વાહનમાં આવા માદક પદાર્થો ઝડપાય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : AHMEDABAD : એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોના વાહનોનો વેઇટિંગ ચાર્જ રદ્દ કર્યો, એન્ટ્રી ટિકિટ બૂથ હટાવી લેવામાં આવ્યાં

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર-શોનું આયોજન

આ પણ વાંચો : AHMEDABAD : જાહેર સ્થળો પર લોકોની ભારે ભીડ, કોવિડ નિયમોનો ખુલ્લેઆમ ભંગ

 

Next Video