સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ બાદ નૌતમ સ્વામી સામે લેવાયા પગલાં, રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવાયા, જુઓ Video

|

Sep 03, 2023 | 2:57 PM

એક તરફ હિન્દુ યુવા સંગઠન સાથે સાધુ સંતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાળંગપુરમાં પહોંચ્યા છે. તો સાળંગપુર મંદિર રીતસરનું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આ તમામ વચ્ચે નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિએ રાષ્ટ્રીય કાર્યકારિણીને પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાટપટ્ટી કરી દીધી છે.

સાળંગપુરમાં હનુમાનજીના (Salangpur Hanumanji) અપમાન બાદ સનાતન ધર્મના સાધુ-સંતો સાથે લોકોમાં પણ એટલો વિરોધ છે કે, હવે શાંતિપૂર્ણ સમાધાન થાય તે સૌથી મહત્વની વાત છે. એક તરફ પ્રતિનિધિ મંડળે સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાથે સમાધાનકારી મુલાકાત કરી છે. તો બીજી તરફ સંતો હજુ મંગળવારે પણ મોટી બેઠક યોજવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો Breaking News : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આવશે અંત, 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા અપાયું આશ્વાસન

એક તરફ હિન્દુ યુવા સંગઠન સાથે સાધુ સંતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાળંગપુરમાં પહોંચ્યા છે. તો સાળંગપુર મંદિર રીતસરનું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આ તમામ વચ્ચે નૌતમસ્વામીની અખિલ ભારતીય સંત સમિતિએ રાષ્ટ્રીય કાર્યકારિણીને પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દીધી છે. સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામી સામે આક્રોશ ફેલાયો હતો.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video