AAP નેતા મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર, કહ્યું ‘ભાજપ વિરોધ દાબવા માટેના અનેક પ્રયાસો કરી રહી છે’

|

Dec 24, 2021 | 7:15 AM

AAPના નેતા મહેશ સવાણી અનિશ્ચિત મુદત સુધી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. તેમની માગ છે કે અસિત વોરાને GSSSB ચેરમેન પદેથી હટાવવામાં આવે.

Ahmedabad: આમ આદમી પાર્ટીના (Aam Admi Party) નેતા મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. મહેશ સવાણીએ અસિત વોરાને બરખાસ્ત કરીને કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી. મહેશ સવાણીએ (Mahesh Savani) Tv9 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે 5 વર્ષમાં 10 પરીક્ષાના પેપર ફૂટ્યા છે. રાજ્યના 88 લાખ વિદ્યાર્થીઓના હિતમાં ઉપવાસ શરૂ કર્યા છે. આ પેપરલીક કાંડના મોટા દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

મહેશ સવાણીએ કહ્યું કે ‘આ આંદોલન અસિત વોરા રાજીનામું ના આપે અને એની સામે કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી કરવામાં આવશે. આ માત્ર 88 હજાર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ છેલ્લા 5 વર્ષમાં 88 લાખ વિધાર્થીઓનો સવાલ છે. દર વર્ષે બે-ત્રણ પેપર ફૂટે છે. પાંચ વર્ષમાં 10 વખત પેપર ફૂટ્યા છે.’

મહેશ સવાણીએ કહ્યું કે સત્તા પાર્ટી ભાજપનું એક જ કામ છે કે કોઈ પણ વિરોધ થતો હોય ભલે તે સાચો હોય કે ખોટો એને ગમે તે રીતે દાબી દેવો. અને આ વિરોધ દાબવા માટેના અનેક પ્રયાસો થઇ રહ્યા છે. મહેશ સવાણીએ કહ્યું કે અમે દરેક કલેકટર કચેરીએ આવેદન પત્ર પણ આપ્યા છે.

 

આ પણ વાંચો: સતર્ક મહારાષ્ટ્ર : વધતા કોરોના કેસને પગલે આજે રાજ્ય સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઈન, શું ન્યુ યર પાર્ટી રહેશે ફિક્કી ?

આ પણ વાંચો: નશામાં ધૂત રાજકોટ પોલીસ જવાને કરી તોડફોડ, બાઈક લઈને ગબડી પડ્યો: સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે

Published On - 7:06 am, Fri, 24 December 21

Next Video