નર્મદા સમાચાર : AAPના ધારાસભ્ય ચૈતર વસાવા 3 દિવસના રિમાન્ડ પર, જુઓ વીડિયો
ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ તેના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા છે. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ તેના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા છે.
ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ચૈતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરશે.તો આ ઉપરાંત રિમાન્ડમાં પોલીસ અનેક બાબતોને લઈ તપાસ કરશે. એક મહિનાથી ચૈતર વસાવા ક્યાં હતા. તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના
વન વિભાગના અધિકારીઓને માર મારવા અને હવામાં ફાયરિંગ કરવાનો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ છે. ચૈતર વસાવાને છેલ્લા 39 દિવસોથી પોલીસ પકડથી દૂર હતા. આખરે તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ત્યારે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે.
Input Credit : Vishal Pathak, Narmada
