Surendranagar: આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયામાં હોબાળો, અગાઉ રિજેક્ટ થયેલા ઉમેદવારોને ફરી ઇન્ટરવ્યૂ માટે બોલાવતા થઈ બબાલ

|

May 13, 2022 | 5:54 PM

સુરેન્દ્રનગરમાં (Surendranagar) આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયામાં હોબાળો થયો છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે મહિલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં (Surendranagar) આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયામાં હોબાળો થયો છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે મહિલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ રિજેક્ટ થયેલા અંદાજે 120 ઉમેદવારોને ફરી ઇન્ટરવ્યૂ માટે બોલાવતા ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. જયારે લાગતા વળગતા અને લાયકાત ન ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવી ગેરરીતિ થતી હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. તાત્કાલિક સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી મહિલા ઉમેદવારોએ માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફુલ 265 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ

લીંબડી તાલુકાના ભથાણ ગામે 40 બાળકોને ઝાડા, ઉલ્ટી, કમળાના કેસો સામે આવ્યા છે.ભથાણ ગામે પીવાના પાણીના પંપમાં પ્રદુષિત પાણી ભળતા ગામમાં રોગચાળો વકર્યો છે.પાણીના પંપ નજીક જ દુષિત પાણીના ખાડા ભરેલ છે, તેથી પાણીની લાઇન પસાર થતી લીંક સાથે પાણી ભળતા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.જો કે એકસાથે ભથાણ ગામમાં 40 બાળકોને ઝાડા ઉલ્ટી કમળાના કેસો સામે આવતા તંત્ર થયુ દોડતુ થયુ છે.જો કે આ અંગે જાણ થતા જ મામલતદાર, પાણી પુરવઠા ઇજનેર, આરોગ્ય ખાતુ ભથાણ પહોંચી તપાસ હાથ ધરી હતી.આરોગ્ય ટીમે હાલ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ બાળકોની સારવાર શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે,સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રહિશોને રોડ, રસ્તા, પાણી(Water)  સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ આ પહેલા પણ શહેરના અમુક વોર્ડમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડમાં દુષિત અને ગંદુ પાણી વિતરણ કરવામાં આવતાં સ્થાનિક રહિશોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે.

 

Next Video