ગુજરાતમાં ઓમિક્રોન વિસ્ફોટ: એક દિવસમાં 9 નવા કેસ સાથે કુલ કેસ 23, જાણો કયા જિલ્લામાં કેટલા છે કેસ?

|

Dec 23, 2021 | 7:46 AM

Omicron in Gujarat: રાજ્યમાં ઓમિક્રોનના કુલ 23 કેસ થઇ ગયા છે. સમગ્ર કેસોમાં સારવાર હેઠળ 19 કેસ છે. જ્યારે 4 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Omicron in Gujarat: ગુજરાતમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના નવ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં (Ahmedabad) પાંચ કેસ જ્યારે આણંદ અને મહેસાણામાં બે-બે કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 23 કેસ થઇ ગયા છે. જેમાં અમદાવાદમાં 7 કેસ, વડોદરા 3 કેસ, જામનગરમાં 3 કેસ, આણંદમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ અને સુરતમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.

તો રાજ્યમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ મહિલા અને એક બાળકી અને એક પુરુષ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. મળતી માહિતી અનુસાર, કોંગોથી મકરબા આવેલી 1 મહિલા અને એક બાળકીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દુબઇથી થલતેજ આવેલી એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ તાન્ઝાનિયાથી મણિનગર આવેલા એક પુરુષને પણ સંક્રમણ થયું છે. એટલું જ નહિં UKથી નવરંગપુરા આવેલી એક મહિલા પણ ઓમિ્ક્રોનથી સંક્રમિત થઇ છે.

કયા જિલ્લામાં કેટલા કેસ?

અમદાવાદમાં 7 કેસ
વડોદરા 3 કેસ
જામનગરમાં 3 કેસ
આણંદમાં 3 કેસ
મહેસાણામાં 3 કેસ
સુરતમાં 2 કેસ
ગાંધીનગર 1 કેસ
રાજકોટમાં 1 કેસ

જણાવી દઈએ કે આ સમગ્ર કેસોમાં સારવાર હેઠળ 19 કેસ છે. જ્યારે 4 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સારી બાબત એ છે કે હજુ ઓમિક્રોનથી કોઈ મૃત્યુ નોંધાયું નથી.

 

આ પણ વાંચો: Budget 2022: નાણાં પ્રધાન સાથે પ્રિ-બજેટ ચર્ચામાં ઉદ્યોગ જગતે ક્યાં સૂચનો કર્યા? જાણો અહેવાલમાં

આ પણ વાંચો: માત્ર 40 કલાકના કોર્સમાં GTU શીખવાશે ડ્રોન ઉડાવતા, વિદ્યાર્થીને શરૂઆતથી જ 50 હજારની નોકરી મળી શકે છે!

Next Video