અંકલેશ્વર જીઆઇડીસીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો

|

May 15, 2022 | 11:31 AM

તાજેતરમાં યુપીએ કંપનીમાં ભીષણ આગની ઘટનામાં ૫ કર્મચારીઓ દાઝી ગયા હતા

અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટનાએ ચિંતા સર્જી છે. ઉપરા છાપરી અકસ્માતની બનતી આ ઘટનાઓ હવે તપાસ માંગી રહી છે. તાજેતરમાં યુપીએ કંપનીમાં ભીષણ આગની ઘટનામાં ૫ કર્મચારીઓ દાઝી ગયા હતા જે પૈકી એકની હાલત નાજુક બની હતી. આ ઘટનાના ટૂંક સમયમાંજ અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગની ઘટના સામે આવી છે. કેમિકલ કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં કંપનીની ફાયર ફાઇટિંગ ફેસિલિટી પાંગળી સાબિત થતા ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના લાશ્કરોને મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ વિકરાળ સ્વરૂપે નજરે પડી રહી છે જેના ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

 

 

આજે સવારે પોણા અગિયાર વાગ્યાના અસરાસમાં અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપની(surya remedies pvt ltd ankleshwar)માં ભીષણ આગ લાગી  હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી અંગેની ટીમોના  પ્રયાસ અપૂરતા સાબિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની બોલાવાઇ છે. 8 ફાયર ફાઈટર આગ ઉપર પાણીનો મારો ચલાવી રહ્યા છે જોકે સવારે ૧૧.30 વાગ્યા સુધી આગ બેકાબુ નજરે પડી રહી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગે છે. સદનશીબે હજુસુધી જાનહાનિના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. હજુ સુધી કંપની તરફથી ઘટનાને લઈ કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી.

 

Published On - 10:59 am, Sun, 15 May 22

Next Video