Botad : તહેવારોની સિઝનમાં ભેળસેળિયા તત્વો બેફામ, બોટાદમાંથી ઝડપાયું 400 લિટર નકલી દૂધ, જુઓ Video

|

Oct 19, 2023 | 11:07 PM

બોટાદના રાણપુર તાલુકાના બુબાવાવ ગામેથી નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ છે. બુબાવાવ ગામની સીમમાં સફેદ દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી હતી અને 400 લિટર નકલી દૂધના જથ્થા સહિત કુલ 91 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપી જેરામ ગોંડલિયાની ધરપકડ કરી હતી.

Botad : તહેવારોની સિઝનમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. તંત્રની કડક કાર્યવાહી છતાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. ત્યારે નકલી ઘી, નકલી પનીર, નકલી ખાદ્ય તેલ અને મસાલા બાદ હવે નકલી દૂધના વેચાણનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો ગઢડા રોડ પર ચાલતા જુગારના અડ્ડા પર રેડ, 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ, જુઓ Video

બોટાદના રાણપુર તાલુકાના બુબાવાવ ગામેથી નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ છે. બુબાવાવ ગામની સીમમાં સફેદ દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી હતી અને 400 લિટર નકલી દૂધના જથ્થા સહિત કુલ 91 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપી જેરામ ગોંડલિયાની ધરપકડ કરી હતી. પોલીસે ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને જરૂરી સેમ્પલ લઇ તેને ચકાસણી માટે મોકલી આપ્યા છે.

પોલીસે આરોપી જેરામ ગોંડલિયા પાસેથી તે દૂધની ભેળસેળ કેવી રીતે કરતો હતો, દૂધમાં શું-શું વસ્તુ ભેળવતો એનો ડેમો કરાવ્યો તો, આરોપીએ ફક્ત 5 મિનિટમાં જ પાણીમાંથી 10 લિટર નકલી દૂધ બનાવી આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી મિક્સરમાં પાણી, મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલને મિક્સ કરી દૂધ બનાવતો અને આ ડુપ્લીકેટ દૂધ ડેરીમાં ભરતો હતો. હાલ તો પોલીસે દૂધના સેમ્પલ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video