Rajkot: વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણમાં વધારો, કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની ઉત્તરાખંડની ટ્રાવેલ હિસ્ટ્રી

|

Dec 27, 2021 | 10:33 AM

Rajkot: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે. તો રાજકોટ શહેરમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

Corona in Rajkot: રાજકોટ શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના (Corona in students) સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. શહરેમાં આવેલી SNK સ્કૂલના 3 વિદ્યાર્થીને કોરોના થયો છે. ત્યારે RKC સ્કૂલનો 1 વિદ્યાર્થી કોરોના સંક્રમિત (Corona Positive) થયો હોવાનું માલુમ થયું છે. જનાચી દઈએ કે SNKના વિદ્યાર્થીઓની ઉત્તરાખંડની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે. જેનાથી તંત્રની ચિંતા વધી છી. તો SNK સ્કૂલમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે.

તમને જણાવી દઈએ કે આ કેસ 26 ડિસેમ્બરે જ સામે આવ્યા છે. જેમાં SNK ના 3 વિદ્યાર્થી, 1 શિક્ષક તથા મહાત્મા ગાંધી સ્કુલનાં 1 વિદ્યાર્થીનીને કોરોના આવતા ખળભળાટ મચી ગયો છે. તો તંત્રએ આ મુદ્દે આગળ કામગીરી હાથ ધરી છે. સંક્રમિત લોકોના પરિવારજનો અને સંપર્કમાં આવેલ લોકોના કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ.

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. 25 ડિસેમ્બરે નવા કેસ બમણા થઇ 179 નોંધાયા હતા, તો ફરી વાર 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ 1000 નજીક એટલે કે 948 થયા છે.

 

આપણ વાંચો: શું 2022ની વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાની સ્થિતિમાં રહેશે? આરોગ્ય સચિવ આજે ચૂંટણી પંચને કોવિડ-19ની સ્થિતિ વિશે માહિતી આપશે

આ પણ વાંચો: Bharuch: કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં અચાનક ધસી આવી પોલીસ, થયો મોટો વિવાદ: જાણો શું છે સમગ્ર ઘટના

Published On - 7:31 am, Mon, 27 December 21

Next Video