OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં વધારો, નવા 24 કેસ સાથે રાજ્યમાં કુલ 73 કેસ થયા

| Edited By: | Updated on: Dec 27, 2021 | 9:14 PM

Omicron in Gujarat :રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી 17 કેસ રિકવર થયા છે.

GANDHINAGAR : ગજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા, તો ગઈકાલે 26 ડિસેમ્બરે 177 કેસ નોંધાયા હતા અને આજે 200ને પાર 204 નવા કેસ નીધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 948 હતા, જે આજે વધીને 1086 થયા છે. રાજ્યમાં કોરોનાના કેસો વધતાની સાથે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના કેસોમાં પણ વધારો થયો છે.

આજે ગુજરાતમાં ઓમિક્રોનના 24 નવા કેસ

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા કેસોમાં પણ વિસ્ફોટ થયો છે. આજે રાજ્યમાં ઓમિક્રોનના 24 નવા કેસો નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 13 ઓમિક્રોન કેસ, ગાંધીનગરમાં 4 કેસ, રાજકોટમાં 3 નવા કેસ અને અમરેલી, આણંદ, ભરૂચ અને વડોદરામાં નવો 1-1 કેસ નોંધાયો છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 8 પુરુષ અને 8 સ્ત્રી, કુલ 13 ઓમિક્રોન સંક્રમિત. આમથી 9 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે.

2) અમરેલીમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

3) આણંદમાં વિદેશથી આવેલી એક મહિલા સંક્રમિત થઇ છે.

4) ભરૂચમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

5) ગાંધીનગરમાં ઓમિક્રોનના 4 નવા કેસ આવ્યાં છે, જેમાં 1 પુરુષ અને 3 મહિલા છે. આ તમામ વિદેશથી આવ્યાં છે.

6)રાજકોટ શહેરમાં 3 પુરુષો ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ ત્રણેય પુરુષો ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે.

7) વડોદરામાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી 17 કેસ રિકવર થયા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર