GUJARAT: રાજ્યમાં રસીકરણ મહાઅભિયાનને અપાશે વેગ, 500 સેન્ટર્સ પર રસીકરણની કામગીરી થશે

|

Jan 25, 2021 | 5:38 PM

રસીકરણના સેન્ટર્સની સંખ્યામાં વધારો કરવાનું કારણ જોઈએ તો GUJARAT સરકાર કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો 5 ફેબ્રુઆરી પહેલા પૂર્ણ કરવા માંગે છે.

GUJARAT સરકારે રાજ્યમાં રસીકરણ મહા અભિયાનને વેગ આપવા માટે હવે રસીકરણ સેન્ટર્સની સંખ્યામાં વધારો કર્યો છે. કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી રાજ્યમાં કુલ 161 સેન્ટર્સ પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે સરકાર આ સેન્ટર્સની સંખ્યા વધારીને 500 સુધીને કરી છે. રાજ્યમાં હવે 500 સેન્ટર્સ પર કોરોના રસીકરણની કામગીરી થશે .

રસીકરણના સેન્ટર્સની સંખ્યામાં વધારો કરવાનું કારણ જોઈએ તો સરકાર કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો 5 ફેબ્રુઆરી પહેલા પૂર્ણ કરવા માંગે છે. કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 હજાર આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવી છે, હજી 3.70 લાખ આરોગ્યકર્મીઓને રસી આપવાની બાકી છે. રસીકરણના આ પ્રથમ તબક્કાને 5 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાનું સરકાર આયોજન કરી રહી છે.

Next Video