બોટાદમાં કોંગ્રેસ નેતાએ ક્રિકેટ મેચની નકલી ટિકિટના શંભુનાથ ટુંડિયા પર આરોપ લગાવ્યા છે. ગઢડાના ધારાસભ્ય છે શંભૂનાથ ટુંડિયા. ગઢડા કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ શંભુનાથ ટુંડિયા પર આ આરોપ લગાવ્યો છે. શંભુનાથ ટુંડિયા ઝાંઝરકા સંત સવૈયાનાથના ગાદીપતી છે. સેવકોએ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. નકલી ટિકિટ વેચવામાં શંભુનાથ ટુંડિયાનો હાથ હોવાનો દાવો કર્યો હતો.
મહત્વનું છે કે, આ આરોપો બાદ ઝાંઝરકા સંત સવૈયાનાથ જગ્યાના રોષ જોવા મળ્યો હતો. ઝાંઝરકાના સેવકો દ્વારા કિશોર વેલાણી અને ભાવનગરના દસુભા ગોહિલ સામે ફરિયાદની માંગ કરી છે. બરવાળા અવે રાણપુર પોલીસમાં સેવકો દ્વારા અરજી કરવામાં આવી છે. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા 24 કલાકમાં પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બોટાદ: તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની હત્યા, હોમગાર્ડ જવાન સહિત 7 સામે આરોપ
Published On - 1:45 pm, Fri, 24 November 23