Rajkot: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના એક મણના ભાવ 1500 રૂપિયાથી વધારે

|

Jun 10, 2021 | 8:08 PM

રાજકોટ યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1560 એ પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ કપાસના સારા ભાવ મળતા ખેડૂત ખુશ છે. વિશ્વના બજારમાં કપાસની માગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો (Farmers) માટે ખુશીના સમાચાર છે. ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના (Cotton) એક મણના ભાવ 1500 થી વધુ મળી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1560 એ પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ કપાસના સારા ભાવ મળતા ખેડૂત ખુશ છે. વિશ્વના બજારમાં કપાસની માગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે. ધારણા કરતા ઉત્પાદન ઓછુ થતા અને વિશ્વમાં કોટનની માગ વધતા કપાસના ભાવ વધ્યા છે.

કપાસમાં ગુલાબી ઇયળના ઉપદ્રવના કારણે ખેડૂતોએ ઉત્પાદન ઓછુ કર્યુ હતુ. ગત વર્ષે ભારે વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક નિષ્ફળ પણ ગયો હતો. જો કે હવે માગ વધતા કપાસના ઉંચા ભાવ મળી રહ્યા છે. જિનિંગ મિલ માલિકોનું કહેવુ છે કે, હજુ પણ આવનારા દિવસોમાં કપાસના ભાવ વધી શકે છે.

આ તરફ રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં મગફળીની અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ખરીદી કરાઈ છે. ખેડૂતો મોટી સંખ્યામાં જૂની અને નવી મગફળીનું વેચાણ કરવા આવતા માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાયું છે. ગત દિવાળી બાદથી અત્યાર સુધી માર્કેટયાર્ડમાં 3 લાખ ગુણી મગફળીની આવક થઈ છે. પરંતુ ખેડૂતોની ફરિયાદ છે કે તેમને પૂરતા ભાવ નથી મળી રહ્યા.

ખેડૂતોને હાલ મગફળીના પ્રતિ મણ 900 થી 1200 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમના ખર્ચ અને મહેનત સામે આ ભાવ ખૂબ ઓછા છે. મગફળીના પ્રતિ મણ દીઠ રૂપિયા 1800 થી 2 હજાર મળે તો જ ખેડૂતોને પોસાય તેમ છે.

Published On - 7:37 pm, Thu, 10 June 21

Next Video