જનતા-જનાર્દનને નમન! લોકોએ ફરી એકવાર વિશ્વાસ મુક્યો, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ

જનતા-જનાર્દનને નમન! લોકોએ ફરી એકવાર વિશ્વાસ મુક્યો, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ

| Updated on: Dec 03, 2023 | 7:16 PM

4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ રાજ્યોના લોકોનો આભાર માન્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ માતા, બહેનો અને યુવા મતદારો સહિત તમામ મતદારોનો અને પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર માન્યો હતો.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ રાજ્યોના લોકોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, “લોકોને સલામ! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ @BJP4Indiaમાં છે.”

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ માતા, બહેનો અને યુવા મતદારો સહિત તમામ મતદારોનો અને પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર માન્યો હતો. તો PM મોદીએ તેલંગાણાના લોકોનો પણ આભાર માન્યો હતો અને કહ્યું કે તેલંગાણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાના ખંતપૂર્વકના પ્રયત્નોની પણ પ્રશંસા કરું છું.

Published on: Dec 03, 2023 06:26 PM