Americaના સ્ટુડન્ટ વિઝા માટે આજથી ઈન્ટરવ્યૂ સ્લોટ અપાશે, રસીના સર્ટિફિકેટની જરુર નહીં

અમેરિકા જનારા વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશ માટે કોવિડ-19 રસીના સર્ટિફિકેટની જરુર નહીં પડે. પરંતુ યાત્રાના 73 કલાક પહેલાનો કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ જોઈશે.

Americaના સ્ટુડન્ટ વિઝા માટે આજથી ઈન્ટરવ્યૂ સ્લોટ અપાશે, રસીના સર્ટિફિકેટની જરુર નહીં
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jun 14, 2021 | 6:28 PM

Education News: અમેરિકા (America) આજથી ભારતીય વિદ્યાર્થીઓને વીઝા ઈન્ટરવ્યૂ માટે સમય આપવાનું શરુ કરશે. અમેરિકી દૂતાવાસમાં વાણિજ્ય મામલાઓના અધિકારીના પ્રમાણે વિદ્યાર્થીઓને અમેરિકામાં કાયદેસર પ્રવેશ આપવો એ અમારી પ્રાથમિકતા છે.  તેમણે આગળ જણાવ્યુ કે અમેરિકા જનારા વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશ માટે કોવિડ-19 રસીના સર્ટિફિકેટની જરુર નહીં પડે. પરંતુ યાત્રાના 73 કલાક પહેલાનો કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ જોઈશે.

 

 

કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોને જોતા ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવાના ઈચ્છુક ભારતીયને વીઝા ઈન્ટરવ્યૂનો ( USA Student Visa) સમય મેળવવામાં તકલીફ  થવાના કારણે તેમની ચિંતા વધી રહી છે. સોમવારથી એટલે આજથી ઈન્ટરવ્યૂ સ્લોટ આપવાનું શરુ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ અને તેના પરિવારની ચિંતા અને તણાવ વિશે અમે જાણીએ છે. જુલાઈ અને ઓગસ્ટમાં વિઝા માટેના આવેદકોને અમેરિકામાં પ્રવેશ આપવા માટે પ્રયત્નશીલ છીએ.

 

તેમણે કહ્યું કે અમેરિકામાં ઓગસ્ટ કે ત્યારબાદ શૈક્ષણિક સત્ર શરુ થઈ શકે છે. જે માટે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમ શરુ થયાના 30 દિવસ પહેલા ત્યાં જઈ શકે છે. તેમણે આગળ ઉમેર્યુ કે વિદ્યાર્થીઓ પોતાની યુનિવર્સિટીના સંપર્કમાં રહે, જેથી કરીને અમેરિકા જવાનો સમય નક્કી થઈ શકે. ભારતીય વિદ્યાર્થીઓના મામલાને ધ નેશનલ ઈન્ટરેસ્ટ એક્સેપ્શન્સ (એનઆઈઈ)માં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત અમેરિકાના હિતમાં હોય તેવા લોકોને ત્યાં પ્રવેશવાની મંજૂરી અપાય છે.

 

આ પણ વાંચો: Education: જાણો LAWની ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા કઈ તારીખ સુધી થઈ શકશે રજિસ્ટ્રેશન?