NIPUN Bharat Scheme: સ્કૂલના વિદ્યાર્થીઓ માટે લૉન્ચ કરાઇ ‘નિપુણ ભારત યોજના,જાણો શું છે ઉદેશ્ય ?

|

Jul 05, 2021 | 7:03 PM

NIPUN Bharat Scheme : આ કાર્યક્રમ દેશમાં સમગ્ર શિક્ષા અને સાક્ષરતા માપદંડોમાં સુધાર કરવામાં સહયોગ કરશે.શિક્ષણ મંત્રીએ કહ્યુ કે આ કાર્યક્રમને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચલાવવામાં આવશે.

NIPUN Bharat Scheme: સ્કૂલના વિદ્યાર્થીઓ માટે લૉન્ચ કરાઇ નિપુણ ભારત યોજના,જાણો શું છે ઉદેશ્ય ?
રમેશ પોખરિયાલ નિશંક (ફાઇલ ફોટો)

Follow us on

NIPUN Bharat Scheme: કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે (Dr Ramesh pokhriyal) સ્કૂલના વિદ્યાર્થીઓની મદદ માટે નિપુણ ભારત યોજના લોન્ચ કરી છે. નેશનલ ઇનીશિએટિવ ફોર પ્રોફિશિઅંસી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યૂમરેસી સ્કીમ (NIPUN Bharat Scheme) ને લોન્ચ કરતા શિક્ષણ મંત્રીએ એક શોર્ટ વીડિયો અપલોડ કર્યો છે અને પોખરિયાલે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યો છે.

નિપુણ ભારત યોજના લોન્ચ કરવાના કાર્યક્રમમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારી, વિભાગના વરિષ્ઠ અધિકારી અને સંસ્થાઓના પ્રમુખ સામેલ હતા. નિપુણ ભારત કાર્યક્રમ સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લાગૂ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ આ કાર્યક્રમને પાંચ ચરણમાં લાગૂ કરશે. જેમાં રાષ્ટ્ર,રાજ્ય,જિલ્લા,બ્લોક અને સ્કૂલ સામેલ છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અંતર્ગતનો પ્રયાસ 

આ કાર્યક્રમ દેશમાં સમગ્ર શિક્ષા અને સાક્ષરતા માપદંડોમાં સુધાર કરવામાં સહયોગ કરશે.શિક્ષણ મંત્રીએ કહ્યુ કે આ કાર્યક્રમને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચલાવવામાં આવશે. જણાવવામાં આવ્યુ છે કે આ કાર્યક્રમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગૂ કરવાની દિશામાં અપનાવેલા પ્રયાસોમાંથી એક છે.

નવી શિક્ષણ નીતિમાં સરકારે આધારભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતા પર ખાસ જોર આપ્યુ છે. આ અંતર્ગત આ પહેલની શરુઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દેશમાં સમગ્ર શિક્ષા અને સાક્ષરતા માપદંડોમાં સુધાર કરવામાં સહયોગ કરશે.

લોન્ચિંગ દરમિયાન અધિકારીએ આ કાર્યક્રમનો ઉદેશ્ય જણાવતા કહ્યુ કે આધારભૂત શિક્ષા અને સંખ્યાત્મક જ્ઞાન માટે એક સર્વ સુલભ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે. જેથી કરીને દરેક બાળક વર્ષ 2026-2027 સુધી ગ્રેડ 3ના અંત સુધી ભણવા,લખવા અને અંકગણિત શીખવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના કાર્યાન્વયન માટે કરાયેલા ઉપાયોની શ્રેણીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતા સામેલ છે.

શિક્ષણ મંત્રીએ કહ્યુ કે આ કાર્યક્રમ અંતર્ગત કોશિશ કરવામાં આવશે કે વર્ષ 2026-2027 સુધી દરેક બાળક ત્રીજા ધોરણના અંત સુધી રીડિંગ,રાઇટિંગ અને સંખ્યાત્મક કન્ટેન્ટ શીખવા માટે આવશ્યક પ્રતિસ્પર્ધા (Competition) પ્રાપ્ત કરે

Published On - 7:03 pm, Mon, 5 July 21

Next Video