MONEY9: 1 રૂપિયામાં સોનું! શું ખરેખર?

|

Jun 21, 2022 | 6:54 PM

ડિજિટલ ગોલ્ડ એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે.

MONEY9: ડિજિટલ ગોલ્ડ (DIGITAL GOLD) એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો, ન મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે. પરંતુ રોકાણની રીતે આ વિકલ્પને પસંદ કરતાં પહેલા તમારે તેને સમજવો પડશે. ઉદાહરણ સાથે જોઈએ તો પિન્કીના મોબાઈલમાં 1 રૂપિયામાં સોનું ખરીદવાની ઓફર આવી તો તેને વિશ્વાસ જ ન થયો. આ અંગે તેણે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું તો દંગ રહી ગઈ. માત્ર 1 રૂપિયામાં ખરીદો સોનું? સાંભળ્યું તો તમે પણ હશે. સોનાનો આ છે નવો અવતાર..જેને કહેવાય છે ડિજિટલ ગોલ્ડ. સોનામાં રોકાણનો આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.

પેટીએમ, GooglePay અને PhonePe જેવા ફિનટેક પ્લેટફોર્મથી લઇને તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સ સુધી બધા તમને વેચી રહ્યાં છે ડિજિટલ ગોલ્ડ. જ્વેલરી પ્લેટફોર્મ દ્વારા તે તમને મિનિમમ 100 રૂપિયામાં મળી રહ્યું છે તો બીજીબાજુ ફિનટેક પ્લેટફોર્મ પર તે તમને 1 રૂપિયામાં મળી રહ્યું છે. એપ અને જ્વેલરી બ્રાન્ડ સોનાની 3 ટ્રેડિંગ કંપનીઓ MMTC- PAMP, Safe Gold અને Augmontના ટાઈ-અપમાં સોનું વેચે છે.

શું હોય છે ડિજિટલ ગોલ્ડ?

સરળ શબ્દોમાં કહીએ તો ડિજિટલ ગોલ્ડ ઑનલાઈન ચેનલ દ્વારા ફિઝિકલ સોનું ખરીદવાની પ્રક્રિયા છે. 24 કેરેટ સોનું તમારા નામે તિજોરીમાં મુકી દેવામાં આવે છે. તમે સોનાને જોઈ નથી શકતા. તે માત્ર ઑનલાઈન માધ્યમથી જ એક્સેસ કરી શકાય છે. તમારુ ખરીદેલું સોનું એવા પ્લેટફોર્મ્સ મેનેજ કરે છે, જ્યાંથી તમે તેને ખરીદ્યું છે. તેની કિંમત આંતરરાષ્ટ્રીય કિંમત સાથે લિંક હોય છે. ખરીદતી વખતે તમે તેને લાઈવ જોઈ શકો છો. ખાસ વાત એ છે કે ખરીદવાની સાથે-સાથે તેને આ પ્લેટફોર્મથી વેચી, રિડીમ અને કોઇને ટ્રાન્સફર પણ કરી શકાય છે.

ડિજિટલ ગોલ્ડ ખરીદવાની પ્રક્રિયા

તમે એપ કે જે વેબસાઈટથી ડિજિટલ ગોલ્ડ ખરીદવા માંગો છો તે તમારા બેન્ક એકાઉન્ટ કે પેમેન્ટ વોલેટ સાથે જોડાયેલું રહેવું જોઈએ. તેને તમે ઓનલાઈન ખરીદો પણ છો અને વેચો પણ છો. પેમેન્ટ એપ પર તમને બે કોલમ નજરે પડશે. એકમાં નાંખો કિંમત અને બીજામાં તમને જોવા મળશે કે કેટલું સોનું તમારા નામે તિજોરીમાં જમા હશે. જો તમે ઇચ્છો તો આ ડિજિટલ ગોલ્ડની ફિઝિકલ ડિલીવરી પણ લઇ શકો છો. પરંતુ ફિઝિકલ ડિલિવરી માટે અલગ-અલગ કંપનીઓ એક મિનિમમ એમાઉન્ટની ખરીદીની જ ડિલિવરી કરશે. કંપનીઓ પોતાની તિજોરીમાં આને એક 3થી 5 વર્ષનાં સમયગાળા સુધી જ રાખે છે અને સમય મર્યાદા સમાપ્ત થતાં જ તમારે તેને વેચવું પડશે કે પછી ફિઝિકલ ડિલિવરી લેવી પડશે.

લોકો ડિજિટલ ગોલ્ડ તરફ કેમ ખેંચાઈ રહ્યા છે?

રિપોર્ટ જણાવે છે કે દેશમાં 10 કરોડ લોકો ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ કેટલું સોનું ડિજિટલ સ્વરૂપમાં ખરીદાયું છે તેનો કોઈ આંકડો ઉપલબ્ધ નથી. ડિજિટલ ગોલ્ડની USP છે ઓછી કિંમતે ખરીદવાનો વિકલ્પ. જે વસ્તુ હજારોમાં મળી રહી છે તે તમને 1 રૂપિયામાં મળી જાય તો તમે પણ કદાચ તેને ખરીદી લો કે તેની તરફ ખેંચાઈને ચાલ્યા જાઓ. પછી ભલે સોનાનો ભાવ હજારોમાં કેમ ન હોય, પરંતુ તમે જેટલાનું સોનું ખરીદવા માંગો તેટલું ખરીદી શકો છો. જેટલું પેમેન્ટ એટલું સોનું! એક રૂપિયામાં ચપટી જેટલા સોનાથી શરૂઆત કરી શકો છો અને દર મહિને જેટલા પૈસા બચાવી શકો એટલું રોકાણ કરી શકો છો. બીજી ખાસ વાત એ છે કે આ સોનાને સાચવવાની માથાકુટ ખરીદનારાની નથી, પરંતુ તમે જે પ્લેટફોર્મ પર સોનું રાખશો તે આ સોનાને પોતાની તિજોરીમાં સુરક્ષિત રાખશે. પરંતુ ડિજિટલ ગોલ્ડની આ તથાકથિત તિજોરી પર કેટલો વિશ્વાસ કરવો જોઈએ.

મની9ની સલાહ

  1. 1 રૂપિયામાં સોનાનું સપનું સારૂ તો લાગે છે, પરંતુ આ ફક્ત એક માર્કેટિંગ ગિમિક છે. કંપનીઓને તો તમારા પૈસા ખેંચવા માટે એક પ્રોડક્ટનું બહાનું મળી ગયું.
  2. ન કોઈ રિટર્ન, ન કોઈ વ્યાજ. ફક્ત એક રૂપિયામાં તમે કેટલું સોનું ખરીદી શકવાના હતા.
  3. સોવરિન ગોલ્ડ બોન્ડ કે ગોલ્ડના મ્યુચ્યુઅલ ફંડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF જેવા વિકલ્પ સામે આની ચમક ફીકી છે.
  4. ડિજિટલ ગોલ્ડને રોકાણ નહીં ફક્ત સોનાને ખરીદવાનું માધ્યમ જ સમજો.
  5. ઘેર બેઠા ખરીદવાની સુવિધા તો છે પરંતુ રેગ્યુલેશન વગરનું સોનું ખરીદવામાં જોખમ પણ રહેલું છે.
Next Video