Chhota Udepur : આદિવાસી સમાજમાં કોરોના વેક્સિનને લઈને ડર અને અંધશ્રદ્ધાને દૂર કરવા વિધાર્થિનીએ શરૂ કર્યું અભિયાન

|

Jun 20, 2021 | 2:34 PM

Chhota Udepur : છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદીવાસી સમાજમાં કોરોના વેક્સિનેશન માટેનો જે ડર અને અંધશ્રદ્ધા છે તે દૂર કરવા એક વિધાર્થીનીએ અભિયાન છેડ્યું છે. આ અભિયાનમાં તેના પિતા તેને સાથ આપી રહ્યા છે.

Chhota Udepur : છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદીવાસી સમાજમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) માટેનો જે ડર અને અંધશ્રદ્ધા છે, તે દૂર કરવા એક વિધાર્થીનીએ અભિયાન છેડ્યું છે. આ અભિયાનમાં તેના પિતા તેને સાથ આપી રહ્યા છે.

કોરોનાથી બચવા માટેનો એક માત્ર ઉપાય હોય તો તે છે કોરોના વેક્સીન. કોરોનની ત્રીજી લહેરથી બચવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. કોરોના સામે લડવા માટે વેક્સિનેશન કરાવવું ખૂબ જરૂરી બન્યું છે. છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં વેક્સિનને લઈ લોકો ડર અનુભવી રહ્યા છે.

આદીવાસી સમાજના લોકોમાં એક ડર એવો ઘર કરી ગયો છે કે જો વેકસીન લેવામાં આવે તો તેવો ત્રણથી પાંચ વર્ષમાં મરી જાય. જેને લઈ આદીવાસી સમાજના અભણ લોકો વેક્સિન લેતા નથી. બીમાર પડે છે ત્યારે તેઓ ભૂવા પાસે જતાં હોય છે. આરોગ્ય વિભાગની ટીમ આવા ગામડામાં જ્યારે પણ જાય છે, ત્યારે ગામના લોકો ભાગી જતાં હોય છે.

ગામના લોકોની એક માન્યતા એ પણ છે કે, આ બીમારી એક કાળો જાદુ છે. ગામના લોકોમાં જયારે કોરોનાના લક્ષણો જોવા મળે છે, ત્યારે તેઓ ગામના ભૂવા પાસે પોતાનો ઈલાજ કરાવવા જતાં હોય છે. જેને લઈ કેટલાય લોકો એ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે . એમ.એસ. યુનિવર્સિટી વડોદરાની એક આદીવાસી સમાજની વિધાર્થીની કે જે છોટા ઉદેપુરની વતની છે. તેને જ્યારે આ બાબતની જાણકારી મળી ત્યારે તેને ખૂબ દુખ થયું .

તેના આદીવાસી સમાજના લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે. વેક્સિન લેવા માટે ડરી રહ્યા છે તેવા લોકો માટે તેને શું કરવું જોઈએ તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો હતો. તેના પિતા કે જે કવાંટ તાલુકામાં શિક્ષકની નોકરી કરે છે તેમની સાથે ચર્ચા કરી હતી. આ બાદ નક્કી કર્યું કે તેઓ શિક્ષિત છે અને સમાજના અશિક્ષિત લોકો કોરોના રસી લેવા માટે ડરી રહ્યા છે, તેમના મનમાંથી ડર અને અંધશ્રદ્ધા દૂર કરશે.

બસ આજ વિચાર સાથે પિતા અને પુત્રીએ ગામડે ગામડે ફરવાનું નક્કી કર્યું. રોજ સવાર પડે કે આ પિતા પુત્રી બાઇક લઈને નીકળી પડે છે. 30 જેટલા ગામડાઑ ફર્યા. પહેલા તો તેમણે કડવા અનુભવો થયા. તેમણે જોતાં ગામના લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી દેતા . ત્યારબાદ જે ગામમાં તેમના સબંધી હોય તે ગામમાં જવાનું નક્કી કર્યું હતું.

બિનલ રાઠવા કોરોના વિષે વિસ્તૃત જાણકારી આપી. લોકોને સમજાવ્યા કે, કોરોનાએ ઘાતક બીમારી છે અને તેને લઈ લોકો મોતને ભેટે છે. તેથી કોરોનાની રસી લેવી જોઈએ.

Next Video