ભાજપ નેતા Alpesh Thakorએ ફેસબુક લાઈવ કરી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોને આપ્યું સમર્થન!

|

Jun 13, 2021 | 11:45 PM

Ahmedabad: ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ફેસબુક લાઈવમાં કહ્યું કે કોરોનાકાળમાં ડિગ્રી વગરના તબીબોએ કરેલી સેવા વંદનીય છે.

Ahmedabad: રાજ્યમાં એક તરફ કોરોના વાઈરસે (Corona Virus) હાહાકાર મચાવેલો હતો, ત્યારે આ સમય દરમિયાન ઘણી જગ્યાઓ પરથી ડિગ્રી વગરના અને લાયસન્સ વગરના ઘણા બોગસ ડોક્ટરો (Fake Doctors)અને હોસ્પિટલમાં કામ કરેલુ હોય તેવા નર્સ કે કમ્પાઉન્ડર તરીકે કામ કરીને પોતે છેવાડાના ગામડાઓમાં ડોક્ટર તરીકે કામ કરતા હોય તેવા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

 

 

ત્યારે આવા ડિગ્રી વગરના ડોક્ટરોને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે (BJP Leader Alpesh Thakor) સમર્થન આપ્યું છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ફેસબુક લાઈવમાં કહ્યું કે કોરોનાકાળમાં ડિગ્રી વગરના તબીબોએ કરેલી સેવા વંદનીય છે. અંતરિયાળ ગામડાઓમાં જ્યાં ડોક્ટરો નથી જતાં ત્યાં આ જ ડોક્ટરો સેવા આપે છે.

 

અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડા (Dr. Hemang Vasavda)એ કહ્યું કે અલ્પેશભાઈનું આ નિવેદન ચોક્કસપણે સમાજને ગેરમાર્ગે દોરનારૂ છે અને હું આ નિવેદનને વખોડી નાખું છું. ત્યારે બીજી તરફ અલ્પેશ ઠાકોરે બચાવ કરતા કહ્યું હતું કે હું આવા ડોક્ટરોને સમર્થન નથી આપતો, તેમને કોરોના જેવી મહામારીમાં જે કામગીરી કરી છે માત્ર તેને જ બિરદાવું છું, એનાથી વિશેષ કશું જ કહેતો નથી.

 

આ પણ વાંચો: Surendranagar: Amphotericin B ઈન્જેક્શનની કાળા બજારી કરતા 20 ઈન્જેક્શન સાથે 2ની ધરપકડ

Next Video