કુંભ રાશિના લોકો માટે શનિ વ્યયના ઘરનો સ્વામી છે અને તે લગ્નેશ થઇને લગ્નમાં ગોચર કરી રહ્યા છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈપણ અનૈતિક કાર્ય કરવાનું ટાળો. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે. તમને સફળતા મળશે પરંતુ ધીમી ગતિએ. તમારા પ્રિયજનોને અવગણશો નહીં. ભાગીદારીમાં ધંધો હોય તો પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. શિક્ષણમાં રસ નહીં પડે. જો તમે તમારા કાર્યસ્થળમાં કોઈ નવો બદલાવ ઈચ્છો છો તો સમય અનુકૂળ નથી.