ઓક્ટોબર મહિનામાં આવી રહ્યાં છે મહત્ત્વના તહેવારો, નોંધી લો આ તારીખો

ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો છે. આ મહિનો તહેવારોનો મહિનો માનવામાં આવે છે. 31 દિવસમાં લગભગ 20થી વધારે દિવસોમાં તહેવાર આવે છે. અમે તમને જણાવીશું કે કઈ તારીખે કયો તહેવાર છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો ;   કલમ 370 હટ્યા બાદ જમ્મુ […]

ઓક્ટોબર મહિનામાં આવી રહ્યાં છે મહત્ત્વના તહેવારો, નોંધી લો આ તારીખો
| Updated on: Oct 03, 2019 | 4:19 PM

ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો છે. આ મહિનો તહેવારોનો મહિનો માનવામાં આવે છે. 31 દિવસમાં લગભગ 20થી વધારે દિવસોમાં તહેવાર આવે છે. અમે તમને જણાવીશું કે કઈ તારીખે કયો તહેવાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરથી આવ્યા સારા સમાચાર, થઈ રહ્યો છે આ મોટો બદલાવ

નવરાત્રી: 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી

મહાષ્ટમી: 6 ઓક્ટોબર, રવિવારના રોજ મહાષ્ટમી મનાવવામાં આવશે.

મહાનવમી: 7 ઓક્ટોબર સોમવારના રોજ મહાનવમી ઉજવવામાં આવશે.

દશેરા: 8 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શરદ પૂર્ણિમા: 13 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

કાર્તિક માસ: શરદ પૂર્ણિમાના દિવસ બાદ કાર્તિક માસની શરુઆત થઈ જાય છે.

કડવા ચોથ : કડવા ચોથના દિવસે વ્રત રાખવામાં આવે છે. મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે ઉપવાસ રાખે છે. 17 ઓક્ટોબરના રોજ કડવા ચોથ વ્રત રહેશે.

ધનતેરસ: ધનતેરસની સાથે દિવાળીના તહેવારની શરુઆત થાય છે. એવી માન્યતા છે કે ભગવાન ધન્વંતરિ આ દિવસે પ્રકટ થયા હતા. આ દિવસ 25 ઓક્ટોબરના રોજ આવશે.

રુપ ચર્તુર્દશી: રુપ ચતુદર્શીને નરક ચતુર્દશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.

દિવાળી: 27 ઓક્ટોબરના રોજ દીપપર્વ એટલે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. ઘર-ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવશે.

ગોર્વધન પૂજા: 28 ઓક્ટોબર, સોમવારના રોજ ગોર્વધન પૂજા કરવામાં આવશે. આ દિવસને અન્નકૂટના નામે પણ ઓળખવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાઈબીજ: 29 ઓક્ટોબર, મંગળવારના રોજ ભાઈબીજ મનાવવામાં આવશે.

છઠ્ઠ પર્વ: 31 ઓક્ટોબરના દિવસે છઠ્ઠ પર્વની ઉજવણી કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]