Mahashivaratri2021: સોમનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રિની ઉજવણીમાં ભક્તો થયા લીન, કરો દર્શન મહાદેવની પાલખી યાત્રાનાં
Mahashivaratri2021: શિવજી અને માતા પાર્વતીની પૂજાનો પર્વ એટલે મહાશિવરાત્રિ. આજે મહાદેવના મહાપર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલીંગ Somnath ખાતે પણ ભક્તો શિવભક્તિમાં લીન છે અને ભોળાનાથના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે.
Mahashivaratri2021: શિવજી અને માતા પાર્વતીની પૂજાનો પર્વ એટલે મહાશિવરાત્રિ. આજે મહાદેવના મહાપર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલીંગ Somnath ખાતે પણ ભક્તો શિવભક્તિમાં લીન છે અને ભોળાનાથના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. સવારે 4 કલાકે મંદિર ખુલ્યા બાદ સતત 42 કલાક માટે મંદિર ખુલ્લુ રહેશે. આ ઉપરાંત 4 પ્રહરની આરતી નિયમીત રીતે થશે તો ભંડારાનો પ્રસાદ પણ ચોપાટી ગ્રાઉન્ડ પરથી ભક્તોને મળશે. આ સાથે જ ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ પણ જોવા મળી રહ્યો છે. અને સોમનાથ મંદિર બમ બસ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ભગવાન સોમનાથ મહાદેવ મંદિરથી પાલખી યાત્રા નિકળી હતી જેમાં હરહર મહાદેવનાં નાદ સાથે પાલખી યાત્રા નિકળી હતી.