પ્રાચિનકાળથી જ રત્ન અને તેના પ્રભાવની ગાથા કહેવામાં આવી છે. સાથે રત્નોના ધારણ કરવાથી આરોગ્ય અને સંત્તતીની પ્રાપ્તી પણ પામી શકાય છે. 12 રાશિ મુજબ જુદા-જુદા રત્નોને ધારણ કરવાનું કહેવાયું છે. જે ગ્રહદશા, ભવિષ્યફળ અને યોગ આધારીત નક્કી કરવામાં આવે છે. તો તમારી રાશિ મુજબ તમારે કયું રત્ન ધારણ કરવું જોઈએ જુઓ સમગ્ર તારણ
મેષ રાશિના જાતકોનો મંગળ આઠમાં ભાગમાં હોય છે. તો મેષ જાતકોના સ્વામી એ મંગળ ગ્રહ છે. જેથી તેમણે મૂંગા અથવા પોખરાજને ધારણ કરવાથી ફાયદો પહોચે છે. તો ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવી જોઈએ.
વૃષભ રાશિના જાતકોએ માણેક અથવા નીલમ ધારણ કરવો જોઈએ. તો સાથે એક ધ્યાન પણ રાખવાનું છે કે આ રાશિના જાતક બંને નંગ એક સાથે ધારણ નહીં કરી શકે. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે.
મિથૂન રાશિ જાતકોએ હીરા કે પછી નીલમને ધારણ કરવો જોઈએ. શનિની મહાદશા જે જાતક પર ચાલે છે તેમણે નીલમને અંગભૂત કરવો જોઈએ. આ રાશિના જાતકના સ્વામી બુધ છે. નિયમિત દશરત કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ
કર્ક રાશીના જાતકે મોતી, પોખરાજ અથવા મૂંગા ધારણ કરવા જોઈએ. આ ધારણ કર્યા બાદ લક્ષ્મીજીની કૃપા શરૂ થતી હોઈ છે. આ રાશિના જાતકોના સ્વામી ચંદ્ર છે. વિષ્ણુ સતનામ સ્તત્રનો પાઠ કરવાથી અનેક ફાયદાઓ થાય છે.
સિંહ લગ્નવાળા જાતકોએ મૂંગા, માણેક કે પુખરાજ અથવા મોતી ધારણ કરવા જોઈએ. રત્નો ધારણ કરવાથી જાતકોના મન પરથી દૂષપ્રભાવ દૂર થાય છે.
કન્યા રાશિના જાતકોએ પન્ના અને હીરાને ધારણ કરવા જોઈએ. જો સંસારીક જીવમાં સુખનો અભાવ છે તો માણેક ધારણ કરવાથી લાભ થાય છે. કન્યા રાશિના જાતકોનો સ્વામી બુધ છે.
તુલા રાશિ જાતકોએ નીલમ, પન્ના કે મોતી ધારણ કરવા જોઈએ. આ ધારણ કર્યા બાદ આર્થીક મુશ્કેલી હંમેશા માટે દૂર થઈ જશે. આ રાશિના સ્વામી શુક્ર છે.
વૃશ્ચિક રાશિના જાતકોએ પોખરાજ, મોતી કે માણેક ધારણ કરવા જોઈએ. આ પહેર્યા બાદ આત્મવિશ્વાસ વધવાની સાથે અનેક રીતે ફાયદા પહોંચે છે. આ રાશિનો સ્વામી મંગળ છે.
ધન રાશિના જાતકે મૂંગા, માણેક કે પન્ના ધારણ કરવા જોઈએ. મૂંગા અને પન્ના સાથે ધારણ ન કરી શકાય. ધન રાશિના સ્વામીના ગુરુ હોય છે. ગુરુને પીળી વસ્તુ પસંદ હોઈ છે. સૂર્યને અર્ધ ચડાવવાથી ફાયદા પહોંચે છે.
મકર રાશિના જાતકે પન્ના, હીરા ધારણ કરવા જોઈએ. મકર રાશિના સ્વામી શની છે. આ રાશિના જાતકો જ્યાં પણ હાજર હોઈ ત્યાં શાંતિનો માહોલ સર્જાય છે.
કુંભ રાશિના જાતકોએ પન્ના કે પછી હીરાને ધારણ કરવા જોઈએ. આ ધારણ કર્યા બાદ જીવનના તમામ દૂષપ્રભાવ દૂર થાય છે. કુંભ રાશિના જાતકોનો સ્વામી શનિ હોય છે.
મીન રાશિના જાતકોએ પોખરાજ અથવા મૂંગા ધારણ કરવા જોઈએ. મીન રાશિના સ્વામી ગુરૂ છે. પોખરાજ ધારણ કરવા માટે ગુરૂવારનો દિવસ ધારણ કરવો જોઈએ. મુશ્કેલી દૂર થશે. અને આર્થીક લાભ પણ થઈ શકે છે.
Published On - 3:13 pm, Fri, 24 May 19