અહીં ભક્તો મા અન્નપૂર્ણાને કહે છે જાગતી જ્યોત ! જાણો પરચા પૂરતી અમદાવાદની મા અન્નપૂર્ણાનો મહિમા

|

Apr 21, 2022 | 2:36 PM

મંદિર મધ્યે માતા અન્નપૂર્ણાનું અત્યંત ભાવવાહી સ્વરૂપ વિદ્યમાન થયું છે. તેમના ભક્તોની ક્ષુધાને શાંત કરવા સ્વયં મહાદેવ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષાની યાચના કરી રહ્યા છે. કહે છે કે જે આસ્થા સાથે અહીં આવે છે, તેને મા ચોક્કસથી ફળ પ્રદાન કરે જ છે.

અહીં ભક્તો મા અન્નપૂર્ણાને કહે છે જાગતી જ્યોત ! જાણો પરચા પૂરતી અમદાવાદની મા અન્નપૂર્ણાનો મહિમા
mata annapurna, bapunagar, ahmedabad

Follow us on

અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે ।
જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થમ્, ભિક્ષાં દેહિ ચ પાર્વતી ।।
માતા ચ પાર્વતી, પિતા દેવો મહેશ્વરઃ ।
બાન્ધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ્ ।।

ભારતની ભૂમિ એ તો અન્નને પૂજતી ભૂમિ છે. અને એટલે જ તો અન્ન પ્રદાન કરતી આદ્યશક્તિ અહીં મા અન્નપૂર્ણાના નામે પૂજાય છે. સમગ્ર ભારતમાં માતા અન્નપૂર્ણાના તો અનેકવિધ સ્થાનકો શોભાયમાન છે. પણ, અમારે આજે વાત કરવી છે માના એ સ્થાનકની કે જે વધારે પ્રાચીન તો નથી. પણ, તેની મહત્તા જ કંઈક એવી છે કે ભક્તો સહજપણે જ ખેંચાઈ આવે છે મા અન્નપૂર્ણાની શરણે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અન્નપૂર્ણા સોસાયટી આવેલી છે. અને અહીં જ મા અન્નપૂર્ણાનું નાનકડું મંદિર વિદ્યમાન છે. અહીંના સ્થાનિકોનું માનીએ તો એ મા અન્નપૂર્ણાની જ તો કૃપા છે કે જેના લીધે રહિશોનું જીવન સુખી અને સમૃદ્ધ બન્યું છે. એ જ કારણ છે કે ભક્તો મા અન્નપૂર્ણાના દર્શન બાદ જ તેમના કાર્યનો પ્રારંભ કરે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મંદિર મધ્યે માતા અન્નપૂર્ણાનું અત્યંત ભાવવાહી સ્વરૂપ વિદ્યમાન થયું છે. તેમના ભક્તોની ક્ષુધાને શાંત કરવા સ્વયં મહાદેવ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષાની યાચના કરે છે. અને દેવી અન્નપૂર્ણા જગતના જીવ માત્રનું પોષણ કરે છે. મા દ્વારા પ્રદાન થતાં આ પોષણ અને તૃપ્તિની અનુભૂતિ અહીં આવનારા શ્રદ્ધાળુઓને સદૈવ વર્તાતી જ રહે છે. કહે છે કે જે આસ્થા સાથે અહીં આવે છે, અને મા પાસે કંઈ માંગે છે, તેને મા વહેલાં કે મોડા ચોક્કસથી ફળ પ્રદાન કરે જ છે.

બાપુનગરમાં વર્ષ 1962માં અન્નપૂર્ણા સોસાયટીનું નિર્માણ થયું. અને ત્યારબાદ સ્થાનિકોની ઈચ્છાને વશ થઈ વર્ષ 1974માં માતા અન્નપૂર્ણાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. મા અન્નપૂર્ણા ધન-ધાન્યની પૂર્તિ તો કરે જ છે. પણ, અહીં આવનારા શ્રદ્ધાળુઓનું માનીએ તો જ્યારે જ્યારે કોઈ મુસીબત આવે છે, જ્યારે જ્યારે કોઈ ભયંકર સંકટ આવે છે, ત્યારે આ અન્નપૂર્ણા જ હાજરાહજૂરપણે તેમની વ્હારે આવ્યા છે. એટલે જ તો ભક્તો માને જાગતી જ્યોત કહે છે. એ જ્યોત કે જે સૌના જીવનને અજવાશથી ભરી દે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ અહીં જ વામનદેવે રાજા બલિ પાસે માંગ્યું હતું ત્રણ પગલા ભૂમિનું દાન ! જાણો વંથલીના વામનદેવનો મહિમા

આ પણ વાંચોઃ ગણેશજીએ શા માટે પ્રગટ કર્યું હતું ત્રીજું નેત્ર ? જાણો કાશીના બડા ગણેશજીના ત્રિનેત્રનું રહસ્ય !

Next Article