
અમદાવાદ આવેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન કર્યું છે. RSS અને ભાજપ સામે તેમણે ગંભીર આરોપ લગાવ્યા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો દાવો છે કે, RSS અને RSS સંબંધી, VHP તેમજ ભાજપ રામને ભગવાન માનતા નથી. તેઓ રામને મહાપુરુષ માને છે.
હવે આ દાવા સાથે તેમણે દલીલ કરી છે કે, મહાપુરુષનું સ્મારક હોય, મંદિર ન હોય, તેમનો દાવો છે કે, જો ભાજપ રામમંદિર બનાવશે. તો રામની સાથે સીતા અને લક્ષ્મણ નહીં હોય. પરંતુ બાબા સાહેબ આંબેડકર અને વિવેકાનંદની મૂર્તિઓ રામમંદિરમાં મુકાશે. તેમણે માગ કરી છે કે, રામ મંદિરમાં ભગવાનની વિવિધ મૂર્તિઓ હોય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો