શ્રાવણ મહિનામાં શિવભક્તો નહી કરી શકે શિવલિંગ ઉપર જળાભિષેક, ગર્ભગૃહમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ

|

Jan 16, 2021 | 4:05 PM

કોરોનાને કારણે શિવભક્તોએ ભારે નિરાશ થવું પડે તેમ છે. આગામી 21મી જુલાઈથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક નહી કરી શકે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબ, મંદિરના ગર્ભગૃહમાં ભક્તો-દર્શનાર્થીઓના પ્રવેશવા સામે મનાઈ છે. આ સંજોગોમાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક પણ નહી કરી શકાય. સોમનાથ ટ્રસ્ટે શ્રવણ મહિના નિમિત્તે […]

કોરોનાને કારણે શિવભક્તોએ ભારે નિરાશ થવું પડે તેમ છે. આગામી 21મી જુલાઈથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક નહી કરી શકે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબ, મંદિરના ગર્ભગૃહમાં ભક્તો-દર્શનાર્થીઓના પ્રવેશવા સામે મનાઈ છે. આ સંજોગોમાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક પણ નહી કરી શકાય.

સોમનાથ ટ્રસ્ટે શ્રવણ મહિના નિમિત્તે નિકળતી પાલખીયાત્રા રદ કરી છે. મંદિરમાં આરતી અને મહાપુજા સમયે ભક્તોને પ્રવેશ નહી આપવાનો નિર્ણય કરેલો છે. શ્રાવણ મહિનામા દર્શન કરવા માંગતા ભક્તોએ ઓનલાઈન એપાઈમેન્ટ લઈને જ દર્શન કરવા આવવુ હિતાવહ હોવાનું જણાવાયું છે. વિવિધ શિવાલયો સહિત અન્ય મંદિરોમાં પણ માસ્ક પહેરીને અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને જ દર્શન કરવા જણાવાયુ છે.

 

Published On - 6:31 am, Wed, 15 July 20

Next Video